Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

યુવક-યુવતી પોલીસ મથકમાંથી નીકળી ફરાર:મોપેડને ટક્કર મારનાર કારમાંથી રોકડ-દસ્તાવેજો લઈ યુવક-યુવતીએ કહ્યું,બાય-બાય, હેપ્પી દિવાલી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 1 views
યુવક-યુવતી પોલીસ મથકમાંથી નીકળી ફરાર:મોપેડને ટક્કર મારનાર કારમાંથી રોકડ-દસ્તાવેજો લઈ યુવક-યુવતીએ કહ્યું,બાય-બાય, હેપ્પી દિવાલી
કાયાવરોહણ રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં રહેતો 33 વર્ષીય હસમુખ શર્મા 31 ઓક્ટોબરે સાંજે 6:30 વાગ્યે મિત્ર સાથે કાર લઈને રાજમહેલ રોડ પરથી પસાર થતો હતો. આ દરમિયાન તેની કારની એક્ટિવા સાથે ટક્કર થતાં યુવતી નીચે પડી ગઈ હતી. જેથી લોકોનું ટોળું એકઠું થયું હતું અને કાર સાઇડમાં ઊભી રખાવી હતી. હસમુખ કારમાંથી ઉતરીને કાર લોક કરવા જતો હતો ત્યારે એક્ટિવા સવાર યુવતી અને યુવકે તેના હાથમાંથી કારની ચાવી છીનવી લીધી હતી. ત્યારબાદ કારમાં રાખેલા રૂપિયા અને દસ્તાવેજો પણ લઈ લીધાં હતાં. આ દરમિયાન પોલીસ વાન આવી જતાં હસમુખને નવાપુરા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો. એક્ટિવા ચાલક યુવતી અને યુવક પણ તેની સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં. ત્યાં હસમુખે રોકડ અને દસ્તાવેજો પરત માગતાં યુવતીએ છેડતીની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી હતી. જેથી હસમુખ ગભરાઈ ગયો હતો અને પોલીસને આ અંગે જાણ કરી ન હતી. બીજી તરફ, યુવક-યુવતી પોલીસ સ્ટેશનમાંથી નીકળતી વખતે ‘બાય બાય, હેપ્પી દિવાલી’ કહીને જતાં રહ્યાં હતાં. આખરે હસમુખે સૃષ્ટિ પટેલ અને રાજ સૈયદ વિરુદ્ધ નવાપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. કારમાંથી 65 હજાર, આરસી બુક અને પોલિસી લઈ લીધી અકસ્માત બાદ એક્ટિવા ચાલક યુવક-યુવતીએ કારચાલકની ચાવી છીનવી કારમાંથી રૂ. 65 હજાર, આરસી બુક અને ઇન્સ્યોરન્સ પોલિસી લઈ લીધા હતા. પોલીસ સ્ટેશનમાં કારચાલકે રૂપિયા અને ડોક્યુમેન્ટ પરત માંગતા યુવતી સૃષ્ટી પટેલે, ‘જો તુ પોલીસને જાણ કરીશ તો હું છેડતીની ખોટી ફરિયાદ આપીશ’ની ધમકી આપી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan