top
માંદા લોકોને પણ આ રાક્ષસો નથી છોડતા, અમદાવાદમાં હવે દવા પણ નકલી પકડાઈ, ખેંચ અને બીપીની ડુપ્લિકેટ દવાઓ વેચતા
ગાંધીના ગુજરાતમાં હવે ભેળસેળિયાઓ અને ગુનેગારોની નજર દર્દીઓના જીવ પર પણ પડી છે. અમદાવાદમાં મગજની ખેંચ (એપિલેપ્સી) અને આંચકીના દર્દીઓ માટે અત્યંત મહત્વની ગણાતી ઈન્ટાસ ( Intas) ફાર્માસ્યુટિકલ કંપનીની ‘ Levera 500’ નામની દવાની નકલી બેચ માર્કેટમાં ઘુસાડવામાં આવી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. આ મામલે પ્રાથમિક તપાસમાં ઉત્તર પ્રદેશના લખનૌથી ડિસ્ટ્રિબ્યુટરો મારફતે આ નકલી દવાનો જથ્થો ગુજરાત સુધી પહોંચાડાયો હોવાનું સામે આવ્યું છે. આ રેકેટ સામે આવતાં જ ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરી છે. રિપોર્ટ અનુસાર નકલી દવાઓ બનાવતી ગેંગે ઈન્ટાસ કંપનીની મૂળ ‘ Levera 500’ દવાની આબેહૂબ કોપી કરીને ડુપ્લિકેટ જથ્થો તૈયાર કર્યો ...
Read full article on Khabarchhe