top
પાલારા જેલમાં રક્ષાબંધનની ઉજવણી:બહેનોએ કેદી ભાઈઓને રાખડી બાંધી, લાગણીસભર દ્રશ્યો સર્જાયા
ભુજની પાલારા જેલમાં રક્ષાબંધનના પર્વ નિમિત્તે કેદી ભાઈઓ અને તેમની બહેનો વચ્ચે લાગણીસભર મિલન થયું હતું. બહેનોએ જેલમાં સજા ભોગવી રહેલા પોતાના ભાઈઓના કાંડે રાખડી બાંધી રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો. આ પ્રસંગે જેલ પરિસરમાં એક વિશિષ્ટ વાતાવરણ જોવા મળ્યું હતું. આ ઉજવણી દરમિયાન લાંબા સમય બાદ ભાઈને મળવા આવેલી બહેનોની આંખોમાં લાગણી સ્પષ્ટ દેખાઈ રહી હતી. બહેનોએ ભાઈના સુખી અને સ્વસ્થ જીવનની કામના કરી હતી. તેમણે ભાઈ વહેલી તકે જેલમાંથી મુક્ત થઈ પરિવાર સાથે સામાન્ય જીવન જીવે તેવી પ્રાર્થના પણ કરી હતી. રાખડી બાંધવાની આ ક્ષણો અનેક પરિવારજનો માટે ભાવુક બની હતી. કેટલીક બહેનોની આંખોમાં આંસુ આવી ગયા હતા, જ્યારે કેદી ભાઈઓએ પણ પોતાની બહેનો પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરી હતી. જેલની ચાર દિવાલો વચ્ચે પણ ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીનું બંધન મજબૂત જોવા મળ્યું હતું. રક્ષાબંધનના પર્વે બહેનોએ ભાઈને રાખડી બાંધી તેમની રક્ષા અને સુખાકારી માટે શુભકામનાઓ પાઠવી હતી. કેદીઓએ પણ બહેનોના પ્રેમ અને લાગણી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર પ્રસંગે પાલારા જેલનું વાતાવરણ પારિવારિક સંબંધોની હૂંફથી ભરાઈ ગયું હતું, જે સામાન્ય રીતે જેલના વાતાવરણથી અલગ હતું.
Read full article on Divya Bhaskar