Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

હિન્દુ પરિષદ, બજરંગ દળે બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:શ્રાવણ માસમાં બિનઅધિકૃત કતલખાના, માંસ વેચાણ સામે કાર્યવાહીની માંગ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 11, 2026 👁 5 views
હિન્દુ પરિષદ, બજરંગ દળે બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:શ્રાવણ માસમાં બિનઅધિકૃત કતલખાના, માંસ વેચાણ સામે કાર્યવાહીની માંગ
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા તારીખ 11 ઓગસ્ટ 2026 ના રોજ બોટાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન બિનઅધિકૃત કતલખાના અને જાહેરમાં માંસ-મટનના વેચાણ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂ કરાયું હતું. આ રજૂઆતમાં બોટાદ શહેરમાં શ્રાવણ માસ દરમિયાન બિનઅધિકૃત કતલખાનાઓ અને જાહેરમાં દેખાય તેવી રીતે માંસ-મટનના વેચાણ સામે કાયદેસરની કાર્યવાહી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બાબતે સંબંધિત કાયદાઓ, નગરપાલિકાના નિયમો તથા જાહેર સ્વચ્છતા અને જાહેર વ્યવસ્થાને લગતી જોગવાઈઓનું પાલન થાય તે અત્યંત જરૂરી હોવાનું જણાવાયું હતું. આવેદનપત્રની નકલો જિલ્લા કલેક્ટર ઉપરાંત મામલતદાર, જિલ્લા એસપી અને નગરપાલિકા શાખામાં પણ મોકલવામાં આવી હતી. તેમાં બોટાદ શહેરમાં ચાલતા તમામ કતલખાનાઓ અને માંસ-મટન વેચાણ કેન્દ્રોની કાયદેસર પરવાનગી/લાઇસન્સની ચકાસણી કરવાની માંગ કરાઈ હતી. જો કોઈ બિનઅધિકૃત કતલખાનું અથવા બિનલાઇસન્સવાળું વેચાણ કેન્દ્ર મળી આવે તો નિયમોનુસાર તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી હતી. ઉપરાંત, જાહેર માર્ગ, બજાર, રહેણાંક વિસ્તાર અથવા અન્ય જાહેર સ્થળે ખુલ્લી રીતે અથવા જાહેરમાં દેખાય તેવી રીતે માંસ-મટનનું પ્રદર્શન/વેચાણ ન થાય તે માટે જરૂરી સૂચનાઓ અને કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ હતી. આ રજૂઆતમાં સ્વચ્છતા, આરોગ્ય, કચરા નિકાલ તથા જાહેર સ્થળોની સ્વચ્છતા અંગેના નિયમોનું કડક પાલન કરાવવા અને શ્રાવણ માસ દરમિયાન ખાસ તપાસ અને પેટ્રોલિંગ હાથ ધરી, નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી હતી. કરવામાં આવેલી તપાસ તથા કાર્યવાહી અંગે અરજદારને લેખિતમાં જાણ કરવા પણ માંગ કરાઈ હતી. આ રજૂઆત કોઈ વ્યક્તિ કે સમુદાય વિરુદ્ધ નથી, પરંતુ કાયદેસર પરવાનગી, જાહેર સ્વચ્છતા, જાહેર વ્યવસ્થા અને લાગુ પડતા નિયમોના સમાન અમલ માટે કરવામાં આવી હોવાનું સ્પષ્ટ કરાયું હતું. આ બાબતે તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી સાથે આવેદનપત્ર સમાપ્ત થયું હતું.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan