Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

શું દેશમાં ઈથેનોલ વગરનું શુદ્ધ પેટ્રોલ હજુ પણ મળે છે? જાણો ક્યાંથી ખરીદવું અને કેટલી છે કિંમત

📰 The Indian Express 🕐 1 min read 📅 August 11, 2026 👁 12 views
શું દેશમાં ઈથેનોલ વગરનું શુદ્ધ પેટ્રોલ હજુ પણ મળે છે? જાણો ક્યાંથી ખરીદવું અને કેટલી છે કિંમત
સરકારના ઇથેનોલ બ્લેડિંગ કાર્યક્રમ હેઠળ E20 પેટ્રોલ (20% ઇથેનોલ સાથે મિશ્રિત પેટ્રોલ) હવે દેશના મોટાભાગના ભાગોમાં વ્યાપકપણે ઉપલબ્ધ છે. આ પહેલનો હેતુ ક્રૂડ ઓઇલ આયાત પર નિર્ભરતા ઘટાડવા અને વૈકલ્પિક ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. જેના કારણે ઘણા વાહન માલિકો આશ્ચર્ય પામી રહ્યા છે કે શું "શુદ્ધ" પેટ્રોલ (E0) ઇથેનોલ વિનાનું પેટ્રોલ ભારતમાં હજુ પણ મળે છે તે નહીં. જ્યારે સરકારે મોટા પાયે E0 ફરીથી રજૂ કરવાની યોજના જાહેર કરી નથી ત્યારે ચોક્કસ પ્રીમિયમ પેટ્રોલ ગ્રેડ ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમમાંથી મુક્ત રહે છે. આવામાં એ જાણવું મહત્વપૂર્ણ છે કે કયા પેટ્રોલ પ્રકારો ખરેખર ઇથેનોલ-મુક્ત છે, તે ક્યાં ઉપલબ્ધ છે અને તેમની કિંમતો પ્રમાણભૂત E20 પેટ્રોલની તુલનામાં કેટલી છે... સરકારે સંસદમાં શું કહ્યું? પેટ્રોલિયમ મંત્રાલયે તાજેતરમાં સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે બજારમાં E0 (શુદ્ધ પેટ્રોલ) અથવા E10 ગ્રેડ ફરીથી રજૂ કરવાની કોઈ યોજના નથી. શું ઇથેનોલ-મુક્ત પેટ્રોલ ઉપલબ્ધ છે? જીહા પરંતુ ફક્ત પ્રીમિયમ પેટ્રોલ તરીકે. સરકારે સ્પષ્ટતા કરી છે કે જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓ જેમ કે ઇન્ડિયન ઓઇલની XP100, હિન્દુસ્તાન પેટ્રોલિયમની Power100, અને ભારત પેટ્રોલિયમની Speed100 દ્વારા વેચવામાં આવતું પ્રીમિયમ-ગ્રેડ પેટ્રોલ ઇથેનોલ મિશ્રણ વિના પૂરું પાડવામાં આવશે. આ પ્રીમિયમ ગ્રેડને E20 મિશ્રણ આદેશના અવકાશની બહાર રાખવામાં આવ્યા છે. આ પણ વાંચો: TVS એ વધાર્યા સ્કૂટર્સના ભાવ; Jupiter, iQube અને Orbiter ખરીદવા મોંઘા થશે, ચૂંકવવા પડશે આટલા રૂપિયા સરકારી તેલ કંપનીઓના નીચેના પ્રીમિયમ ગ્રેડ ઇથેનોલ-મુક્ત છે: ઇન્ડિયન ઓઇલની XP100 ભારત પેટ્રોલિયમની Speed100 હિન્દુસ્તાન પેટ્રોલિયમની Power100 હાલની કિંમત શું છે? નિયમિત E20 પેટ્રોલ – ₹102.12/લિટર ઇન્ડિયનઓઇલ XP100 (ઇથેનોલ-મુક્ત) – દિલ્હીમાં ₹167.35/લિટર તે ક્યાં ઉપલબ્ધ છે? ઇન્ડિયન ઓઇલ અનુસાર XP100 પસંદગીના શહેરોમાં પસંદગીના ઇંધણ સ્ટેશનો પર ઉપલબ્ધ છે. મુખ્ય શહેરોમાં જ્યાં તેની ઉપલબ્ધતા નોંધવામાં આવી છે તેમાં શામેલ છે: – દિલ્હી – ગુરુગ્રામ – નોઇડા – જયપુર – ચંદીગઢ – મુંબઈ – પુણે – અમદાવાદ – ચેન્નાઈ – બેંગલુરુ – હૈદરાબાદ – કોલકાતા – ભુવનેશ્વર આનો અર્થ એ છે કે જો તમે દિલ્હી-NCR પ્રદેશ (દિલ્હી, નોઇડા, ગુરુગ્રામ) માં છો તો તમને નજીકમાં XP100 મળવાની શક્યતા સૌથી વધુ છે. ઉપલબ્ધતા પંપથી પંપ સુધી બદલાઈ શકે છે.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan