top
ઓકટોબરમાં ઉત્પાદન પ્રવૃત્તિનો વૃદ્ધિ દર ધીમો પડયો: પીએમઆઈ ઘટીને ૫૪.૭૦
મુંબઈથી પ્રાપ્ત અહેવાલ મુજબ, ઓક્ટોબરમાં દેશના ખાનગી ક્ષેત્રની ઉત્પાદન પ્રવૃત્તિનો વૃદ્ધિ દર ધીમો પડ્યો છે. HSBC ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ PMI સપ્ટેમ્બરમાં 55.10થી ઘટીને 54.70 થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત માંગને કારણે નિકાસ ઓર્ડરમાં 6 મહિનાની સર્વોચ્ચ વૃદ્ધિ જોવા મળી છે, જેણે ઉત્પાદનને ટેકો આપ્યો. બાંગ્લાદેશ, યુએસ, યુકે અને યુએઈ સહિતના દેશોમાંથી નિકાસ ઓર્ડર વધ્યા છે. કાચા માલના ફુગાવામાં ઘટાડો થયો છે અને ફેક્ટરીઓમાં રોજગાર વધ્યો છે.
Read full article on Gujaratsamachar