top
કોળીયાક ભાદરવી અમાસના લોકમેળાની તડામાર તૈયારીઓ:જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરીને અપાયો આખરી ઓપ, ભાવનગર ગ્રામ્યના પ્રાંત અધિકારીની બેઠક યોજાઇ
આગામી તારીખ 10 અને 11 સપ્ટેમ્બરના રોજ ભાવનગર તાલુકાના કોળીયાક ગામે આવેલા ઐતિહાસિક નિષ્કલંક મહાદેવ ખાતે ભાદરવી અમાસનો મેળો યોજાવા જઈ રહ્યો છે. આ લોકમેળાને અનુલક્ષીને ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મેળાના સુચારુ સંચાલન અર્થે કલેક્ટર કચેરી ખાતે ગ્રામ્ય પ્રાંત અધિકારી તમન્ના ઝાલોડિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. વિવિધ વિભાગોને સોંપાઈ મહત્વની જવાબદારી આ ભવ્ય લોકમેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત પગલાં લેવામાં આવી રહ્યા છે. પ્રાંત અધિકારી દ્વારા સ્થળ પર ફાયર ફાઈટર, મોબાઈલ શૌચાલય, સુવ્યવસ્થિત પાર્કિંગ, વિશેષ રેસ્ક્યુ ટીમ, સમુદ્રમાં બચાવ કામગીરી માટે બોટ તેમજ મેડિકલ ટીમની તૈનાતી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત ભક્તોની અવરજવર માટે વધારાની એસ.ટી. બસો, સતત પોલીસ પેટ્રોલિંગ, મજબૂત બેરિકેડિંગ, લાઈટ અને માઈક વ્યવસ્થા સુનિશ્ચિત કરીને સંબંધિત વિભાગના અધિકારીઓને તેમની જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે.
Read full article on Divya Bhaskar