crime
નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં!
રાજકોટ પોલીસ કમિશનરે ‘નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં’નો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યા બાદ તેની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. જાહેરનામા મુજબ વાહનની નંબર પ્લેટ કાઢી નાખવામાં આવી હોય, ભૂંસી નાખવામાં આવી હોય અથવા ટ્રાફિક મેમોથી બચવા માટે તેમાં કોઈપણ પ્રકારની છેડછાડ કરવામાં આવી હોય તો વાહનચાલકોને પેટ્રોલ, ડીઝલ કે CNG નહીં મળે. રાજકોટના તમામ પેટ્રોલ પંપ અને CNG પંપ સંચાલકોએ આ જાહેરનામાનું પાલન કરવાનું રહેશે. હવે સવાલ એ છે કે શું વડોદરામાં પણ આવો નિયમ લાગુ કરવો જોઈએ? આ નિર્ણયથી ટ્રાફિક નિયમોના પાલનમાં કેટલો ફાયદો થઈ શકે? આ અંગે ન્યૂઝ18 ગુજરાતીએ વડોદરાના કેટલાક યુવાનો સાથે વાતચીત કરી તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો.
Read full article on News18 Gujarati