Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ભુજમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ:વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો, હમીરસર તળાવ ખાતે યાત્રાનું સમાપન

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 25, 2026 👁 6 views
ભુજમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ:વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો, હમીરસર તળાવ ખાતે યાત્રાનું સમાપન
કચ્છના ભુજ શહેરમાં મંગળવારે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત ભાષાના ગૌરવ, વારસા અને સાંસ્કૃતિક મહત્વને લોકો સુધી પહોંચાડવાનો આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરની પ્રેરણાથી જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભુજ-કચ્છના સંયુક્ત ઉપક્રમે આ યાત્રા યોજાઈ હતી, જેની સાથે સંસ્કૃત સપ્તાહની ઉજવણીનો પણ પ્રારંભ થયો. યાત્રાનો પ્રારંભ ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે એક કાર્યક્રમથી થયો હતો. આ પ્રસંગે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, આર્ષ અધ્યયન કેન્દ્રના પ્રદીપ્તાનંદ સ્વામીજી, તેમજ વહીવટી તંત્ર, શિક્ષણ વિભાગ, કચ્છ યુનિવર્સિટી અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કૃત બોર્ડના કચ્છ જિલ્લાના નોડલ અધિકારી જી.જી. નાકરે મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. પ્રારંભિક કાર્યક્રમમાં ઇન્દિરાબાઈ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ સંસ્કૃત ગરબા રજૂ કર્યા હતા. સાંસદ વિનોદભાઈ ચાવડાએ સંસ્કૃત ભાષાના સંરક્ષણ અને પ્રચારના પ્રયાસો વિશે માહિતી આપી. ધારાસભ્ય કેશુભાઈ પટેલે સંસ્કૃતના પ્રાચીન વારસા અને વર્તમાન ઉપયોગિતા પર ભાર મૂક્યો, જ્યારે પ્રદીપ્તાનંદ સ્વામીજીએ તેના ઐતિહાસિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ વિશે વાત કરી. મહાનુભાવોના હસ્તે કેસરી ધ્વજ ફરકાવી ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. ભુજની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ સંસ્કૃત વેશભૂષા ધારણ કરી, ગીતો ગાઈ અને સૂત્રોચ્ચાર સાથે યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો. આ યાત્રા જ્યુબિલી ગ્રાઉન્ડથી શરૂ થઈ વી.ડી. હાઈસ્કૂલ અને ઇન્દિરાબાઈ હાઈસ્કૂલ થઈને હમીરસર તળાવ ખાતે પહોંચી હતી. હમીરસર તળાવ ખાતે યાત્રાનું સમાપન થયું હતું. સમાપન પ્રસંગે વી.ડી. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ સંસ્કૃત ગીત રજૂ કર્યું, જ્યારે માતૃછાયા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ ભરતનાટ્યમ દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ આપી. કાર્યક્રમનું સંચાલન રોમનભાઈ વાણંદ અને અનિરુદ્ધસિંહ જાડેજાએ કર્યું હતું, અને અખિલેશભાઈ આર્યએ આભારવિધિ કરી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે જિલ્લા સંસ્કૃત બોર્ડના નોડલ જી.જી. નાકર, એસ.એસ. ભાટી, મુકેશ પ્રસાદ, ધર્મેન્દ્ર પરમાર, જીગર દવે અને શિક્ષણ વિભાગની ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ભુજમાં યોજાયેલી આ યાત્રાએ નવી પેઢીમાં સંસ્કૃત ભાષા પ્રત્યે ગૌરવ અને જોડાણનો સંદેશ ફેલાવ્યો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan