crime
કડકાઈ:કાનૂન તોડનેવાલે રાજા હૈ..નો ડાયલોગ મૂકી થાર સાથે રીલ બનાવનારો શખ્સ ઝડપાયો
કાળા કાચની થાર સાથે રોફ જમાવતો વીડિયો વાયરલ થતાં ગોરવા પોલીસે ચાલકને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં એક શખ્સ થારમાં કાળા કાચ લગાવી રોફ જમાવતો નજરે પડતો હતો. તપાસમાં આ શખ્સ તરસાલીના મોતીનગરમાં રહેતો કૈરવ બ્રિજેશ ચોરસિયા હોવાનું ખૂલ્યું હતું. તેણે રિલ બનાવી ડાયલોગ મૂક્યો હતો કે, કાનૂન બના હી હૈ તોડને કે લીયે, જો કાનૂન કો તોડને સે ગભરાતે હૈ વો આમ આદમી હૈ, ઔર જો કાનૂન કો મસ્તી સે તોડતે હૈ વો રાજા હૈ. પોલીસે તેને ઝડપી કાર્યવાહી કરી હતી. ગોરવા પોલીસ મથકના પીઆઇ કે.એન.લાઠિયાએ કહ્યું કે, થાર ડિટેઇન કરીને મેમો આપ્યો છે. ગત વર્ષે જુલાઇમાં પણ કૈરવે આ જ થાર સાથે સ્ટન્ટ કર્યો હતો જુલાઈ-2025માં કૈરવ ચોરસિયાએ આ જ થાર સાથે સ્ટન્ટ કર્યો હતો, જેનો વીડિયો વાયરલ થયો હતો. કૈરવ ચાલુ કારે દરવાજાની બહાર નીકળી સ્ટેન્ડ પર ઊભા રહી સ્ટંટ કરતો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જેના આધારે મકરપુરા પોલીસે કાર કબ્જે કરી હતી. સવા વર્ષ બાદ કૈરવે ગોરવા ઈનોર્બિટ મોલ પાસે થારનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. કૈરવે સ્ટન્ટ કરતા અન્ય વીડિયો પણ અપલોડ કરેલા છે. તે પોલીસ મેમો આપતી તેનો પણ વીડિયો બનાવતો હતો તેમ પોલીસ સૂત્રોએ કહ્યું હતું.
Read full article on Divya Bhaskar