Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

પાલિકા સફાઈ તથા દબાણ દુર કરવા કડક કાર્યવાહી કરેની માગ:જહુરપુરા શાકમાર્કેટમાં ગંદકી અને માર્ગ પરના દબાણથી લોકો હેરાન

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 7 views
પાલિકા સફાઈ તથા દબાણ દુર કરવા કડક કાર્યવાહી કરેની માગ:જહુરપુરા શાકમાર્કેટમાં ગંદકી અને માર્ગ પરના દબાણથી લોકો હેરાન
ગોધરાના જહુરપુરા શાકમાર્કેટ વિસ્તારમાં હોલસેલ ફ્રુટના વેપારીઓ અને લારીધારકો દ્વારા ફેલાવવામાં આવતી બેફામ ગંદકીને કારણે સ્થાનિક રહીશો તથા ગ્રાહકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પાલિકાના સ્વચ્છતાના દાવાઓ વચ્ચે અહીંના માર્ગો પર કચરાના ઢગલા ખડકાઈ રહ્યા છે, જેના કારણે રોગચાળો ફેલાવવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે અને રહીશોમાં રોષ વ્યાપ્યો છે. પાલિકા સફાઈ તથા દબાણ દુર કરવાની કાર્યવાહીની માંગ છે. ગોધરા શહેરના અત્યંત ભરચક ગણાતા જહુરપુરા શાકમાર્કેટ વિસ્તારમાં હોલસેલ ફ્રુટના વેપારીઓ તેમજ લારીધારકો દ્વારા ફેલાવવામાં આવતી ગંદકીને કારણે સ્થાનિક રહીશો અને ખરીદી માટે આવતા ગ્રાહકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગોધરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતાના મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ જહુરપુરાના રહીશો, શાકભાજી લેવા આવતા ગ્રાહકો અને વેપારીઓ કચરાના ઢગલા વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. જહુરપુરા શાકમાર્કેટમાં હોલસેલ ફ્રુટના વેપારીઓ, ફ્રુટની લારીઓ તેમજ બંગડીની લારીઓ ધરાવતા ધંધાર્થીઓ દ્વારા રોજબરોજ મોટા પ્રમાણમાં ગંદકી ફેલાવવામાં આવે છે. જેમા ફ્રુટ પેકિંગ માટે વપરાતા કાગળો, પ્લાસ્ટિક, સડેલાં ફળો અને અન્ય કચરો માર્ગો પર જ રઝળતો મૂકી દેવાય છે. જેના કારણે દુર્ગંધ ફેલાવાની સાથે રોગચાળો ફાટી નીકળવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. સફાઈ કરવા આવતા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ જ્યારે વેપારીઓને કચરો યોગ્ય જગ્યાએ નાખવા કે નિયમ પાળવાનું કહે છે, ત્યારે કેટલાક હોલસેલ વેપારીઓ દાદાગીરી અને ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોવાની વિગતો સામે આવી છે. તથા લારીઘારકો પોતાની લારી રસ્તા ઉપર ઉભી કરી દબાણ કરી દેતા અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. જેથી સ્થાનિક રહીશોમાં આ મામલે પાલીકા સામે રોષ જોવા મળી રહ્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan