top
પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગ કરી:સિદ્ધપુરના સનનગરથી કાકોશી સુધીના ફ્લાય ઓવરને બદલે ત્રણ સ્થળે અંડરપાસ બનાવો
સિદ્ધપુરના જૂના વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર થઈ રહ્યું છે અને શહેરની આર્થિક પ્રવૃત્તિ પણ ઘટી રહી છે. ત્યારે અમદાવાદ-આબુરોડ હાઇવે પર સનનગરથી કાકોશી ચાર રસ્તા સુધી ફ્લાય ઓવર બનાવવાની યોજના સામે પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે સરકાર સમક્ષ સુચન કરતા રજૂઆત કરી છે કે, ફ્લાય ઓવર બનવાથી હાઇવે પરનો ટ્રાફિક સરળ બનશે, પરંતુ બંને બાજુ આવેલી હોટલ, રેસ્ટોરાં અને શોપિંગ સેન્ટરોના ધંધા પર સીધી અસર પડશે. આથી તેમણે માર્ગ અને મકાન વિભાગના સચિવને પત્ર લખી ફ્લાય ઓવરની કામગીરી અટકાવી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગ કરી છે. ત્રણ ચાર રસ્તા પર અંડરપાસનો વિકલ્પ ફ્લાય ઓવરના બદલે સિદ્ધપુર સરકીટ હાઉસ, કાવડિયા અને કાકોશી ચાર રસ્તા પાસે અંડરપાસ કમ સ્લેબ કલ્વર્ટ બનાવવાનું પૂર્વ મંત્રી એ સૂચવ્યું છે. મહેસાણાની જેમ આ વ્યવસ્થાથી હાઇવે પરનો સીધો ટ્રાફિક પણ ચાલુ રહી શકે અને રસ્તાની બંને બાજુના વેપાર-ધંધાને પણ નુકસાન ન થાય. તેમણે હાલની યોજનાનું કામ અટકાવી નવેસરથી ડિઝાઇન તૈયાર કરવા માગ કરી છે.
Read full article on Divya Bhaskar