Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

પાટણમાં કિશોરી પર દુષ્કર્મ આચરી જાનથી મારવાની ધમકી:આનંદેશ્વર મહાદેવ નજીક ઝાડીઓમાં બળજબરી કરી, કિર્તન રાજપુત સામે પોક્સો-એટ્રોસિટીની ફરિયાદ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 6, 2026 👁 2 views
પાટણમાં કિશોરી પર દુષ્કર્મ આચરી જાનથી મારવાની ધમકી:આનંદેશ્વર મહાદેવ નજીક ઝાડીઓમાં બળજબરી કરી, કિર્તન રાજપુત સામે પોક્સો-એટ્રોસિટીની ફરિયાદ
પાટણ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કિશોરી સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી, જાતિ વિષયક અપમાનિત કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે આરોપી કિર્તન ગીરીશભાઇ રાજપુત ઉર્ફે ભોલુ રાજપુત સામે કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે. 18 વર્ષ નહીં છતાં સંબંધ બાંધ્યા આરોપી કિર્તન રાજપુતે અગાઉથી પરિચય કેળવ્યો હતો. બનાવ સમયે 17 વર્ષ, 10 મહિના અને 3 દિવસની વય ધરાવતી સગીરા સગીર વયની હોવાનું જાણવા છતાં તેણે સગીરા સાથે સંબંધો રાખ્યા હતા. આનંદેશ્વર મહાદેવની ઝાડીઓમાં બળજબરી જાન્યુઆરી 2026 માં પાટણના આનંદેશ્વર મહાદેવ તરફ આવેલી ઝાડીઓમાં આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. આટલું જ નહીં, આરોપીએ સગીરાને જાતિ વિષયક અપમાનિત કરી તેના ભાઈ તથા પિતાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. કાર્યવાહી: આ અંગે ભોગ બનનાર દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan