politics
બનાસકાંઠામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો:કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ
રાજ્ય સરકારના સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને પારદર્શક નિરાકરણ લાવવાનો છે. આ કાર્યક્રમમાં જિલ્લામાંથી ૧૦ જેટલા અરજદારોએ પોતાના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. કલેક્ટર મિહિર પટેલે અરજદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓને પ્રશ્નોના ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં ઉકેલ લાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી. કાર્યક્રમ દરમિયાન દબાણ દૂર કરવા, વિકાસકાર્યો, આવાસ સહાય, જમીનના ક્ષેત્રફળમાં વિસંગતતા અને ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ વધારવા સહિતના વિવિધ મુદ્દાઓ પર રજૂઆતો કરવામાં આવી હતી. સંબંધિત વિભાગો દ્વારા સ્થળ પર જ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધ્યક્ષ પ્રશાંત સુંબે અને નિવાસી અધિક કલેક્ટર સી.પી. પટેલ સહિત અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar