Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

મહેસાણા મોઢેરા ચોકડી મર્ડર કેસમાં ઘટસ્ફોટ:ઇકો કારમાં પેસેન્જર ભરવાની તકરારમાં યુવકની હત્યા કરનાર બે આરોપી ઝડપાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 3, 2026 👁 2 views
મહેસાણા મોઢેરા ચોકડી મર્ડર કેસમાં ઘટસ્ફોટ:ઇકો કારમાં પેસેન્જર ભરવાની તકરારમાં યુવકની હત્યા કરનાર બે આરોપી ઝડપાયા
મહેસાણા શહેરના મોઢેરા ચોકડી સ્થિત બસ ડેપો બહાર ઇકો ગાડીમાં પેસેન્જર બેસાડવા જેવી સામાન્ય બાબતે ગત 30 ઓગસ્ટના રોજ હત્યાની ઘટના ઘટી હતી. આ હત્યાકાંડમાં મહેસાણા જિલ્લા પોલીસે સઘન તપાસ હાથ ધરીને હત્યાને અંજામ આપનારા મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પેસેન્જર ભરવાની જૂની અદાવતમાં ફોન કરી બોલાવ્યો હતો ઘટનાની વિગતો અનુસાર આરોપી સાકીરહુસેન રફીકમહમદ સૈયદ અને મૃતક સાબીરહુસેન વચ્ચે છેલ્લા ચારેક દિવસથી મોઢેરા ચોકડી પર ઇકો ગાડીમાં મુસાફરો બેસાડવા અંગે સતત બોલાચાલી અને ઝઘડા થતા હતા. આ મામલે આરોપી દ્વારા ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી હતી. ગત 30 ઓગસ્ટે બપોરે આશરે સાડા ત્રણ વાગ્યાના સુમારે સાકીરહુસેને સાબીરહુસેનને ફોન કરીને મોઢેરા ચોકડી ખાતે બોલાવ્યો હતો. જ્યાં પૂર્વ આયોજિત કાવતરા મુજબ સાકીરહુસેન સૈયદ, બાબી યુનુસભાઇ શેરખાન, બાબી માજીદખાન ફરીદખાન તેમજ અન્ય એક સાગરીતે એકસંપ થઈને સાબીરહુસેન પર તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો કરી ઘટનાસ્થળે જ મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરી આ ચકચારી હત્યા અંગે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે 2023 (BNS) ની કલમ 103(1), 61(2), 351(3), 351(4), 54 તેમજ જીપી એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને જોતાં તપાસની જવાબદારી એ ડિવિઝનના પીઆઇને સોંપવામાં આવી હતી અને આરોપીઓને ઝડપી લેવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સહિત અલગ-અલગ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી હતી. બિલાડીબાગ અને સિવિલ હોસ્પિટલમાંથી બે આરોપીઓની ધરપકડ પોલીસને મળેલી ચોક્કસ બાતમી અને લોકેશન ટ્રેકિંગના આધારે એ ડિવિઝન સ્ટાફ અને SOG ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે મુખ્ય આરોપી સૈયદ સાકીરહુસેન રફીકમહમદને બિલાડીબાગ નજીક આવેલા હીરાનગર જાહેર માર્ગ પરથી ઝડપી લીધો હતો. બીજી તરફ હત્યાની મારામારી દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા અન્ય આરોપી બાબી માજીદખાન ફરીદખાનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી રજા મળતાં જ પોલીસે તેની પણ તાત્કાલિક અટકાયત કરી લીધી હતી. પકડાયેલા આરોપી માજીદખાનનો જૂનો ગુનાહિત ઇતિહાસ ડીવાયએસપી મિલાપ પટેલે સત્તાવાર વિગતો આપતાં જણાવ્યું હતું કે પકડાયેલા બે આરોપીઓ પૈકી બાબી માજીદખાન ફરીદખાન રીઢો ગુનેગાર છે અને તેનો મોટો ગુનાહિત ભૂતકાળ રહ્યો છે. માજીદખાન સામે અગાઉ મહેસાણા સિટી, વિજાપુર તેમજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ખેડબ્રહ્મા અને ઇડર સહિતના અલગ-અલગ પોલીસ મથકોમાં 5થી 6 જેટલા ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસે બંને આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે તેમજ આ હત્યાકાંડમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan