Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં

📰 Abp News 🕐 1 min read 📅 September 6, 2026 👁 3 views
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં

Kinjal Rabari kidnapping case: ગુજરાતનાં જાણીતાં લોકગાયિકા કિંજલ રબારીના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવતાં સમગ્ર રાજ્યમાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલા સીબીડી મોલ પાસેથી બપોરના સમયે આ સનસનીખેજ ઘટના બની હતી. કાળા રંગની એક કારમાં આવેલા કેટલાક અજાણ્યા શખ્સોએ બળજબરીપૂર્વક ગાયિકા કિંજલ રબારીનું ફિલ્મી ઢબે અપહરણ કર્યું હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. ધોળા દિવસે બનેલી આ અપહરણની ઘટનાની ફરિયાદ નોંધાતાની સાથે જ અમદાવાદની ચાંદખેડા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ છે અને અપહરણકારોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમગ્ર ઘટના પાછળ કિંજલ રબારીના ભૂતકાળના પ્રેમલગ્નનો વિવાદ મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ પોલીસ અને લોકો દ્વારા મનાઈ રહ્યું છે. મૂળ રાધનપુર તાલુકાના સિનાદ ગામનાં વતની કિંજલ રબારીએ 2 મે, 2024 ના રોજ અશોક ચૌધરી નામના યુવક સાથે પોતાની મરજીથી પ્રેમલગ્ન કર્યા હતા. તે સમયે કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો અને પોસ્ટ શેર કરીને પોતાના પ્રેમલગ્નની જાહેરાત કરી હતી અને સુરક્ષાની માંગણી પણ કરી હતી. જોકે, આ લગ્ન બાદ રબારી અને ચૌધરી સમાજમાં ભારે રોષ અને વિરોધનો વંટોળ ઊભો થયો હતો.

સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડતાં બંને પક્ષના આગેવાનો વચ્ચે અનેક બેઠકો યોજાઈ હતી અને સમાધાનના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ ભારે સામાજિક દબાણ અને વિરોધના પગલે આખરે કિંજલ રબારી પોતાના પરિવાર પાસે પરત ફર્યા હતા. ત્યારબાદ તેમણે પોતાના પ્રેમલગ્નને લગતી તમામ સોશિયલ મીડિયા પોસ્ટ્સ પણ હટાવી દીધી હતી. વાત માત્ર અહીંથી અટકી ન હતી; સમાજના સતત દબાણને કારણે કિંજલ રબારીએ અશોક ચૌધરી સાથે છૂટાછેડા લેવાની ફરજ પડી હતી. આ છૂટાછેડાની પ્રક્રિયા દરમિયાન પણ મોટો સામાજિક અને કાનૂની વિવાદ સર્જાયો હતો. અશોક ચૌધરી પર છૂટાછેડા આપવા માટે ભારે દબાણ કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો પણ તે સમયે લાગ્યા હતા.

છૂટાછેડાની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કિંજલ રબારીના પરિવારે તેમના જ સમાજના ગોતરકા ગામના એક અન્ય યુવાન સાથે તેમના લગ્ન કરાવ્યા હતા. પરંતુ આ જૂનો વિવાદ શાંત થવાનું નામ નહોતો લઈ રહ્યો. થોડા સમય પહેલાં, 15 જૂન, 2026 ના રોજ કોર્ટની એક મુદ્દત દરમિયાન અશોક ચૌધરી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે આ વિવાદ જૂન 2026 માં ફરી એકવાર સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

અશોક ચૌધરી પર થયેલા હુમલા અને હવે કિંજલ રબારીના થયેલા અપહરણ વચ્ચે કોઈ સીધો સંબંધ છે કે કેમ, તે દિશામાં ચાંદખેડા પોલીસે તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસ દ્વારા સીબીડી મોલ અને એસપી રિંગ રોડ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે અને કાળા રંગની કારની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે. ગાયિકાના અપહરણથી તેમના ચાહકો અને કલાકાર જગતમાં પણ ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan