top
સગીરા પર દુષ્કર્મ કેસમાં પિતા-પુત્ર સેન્ટ્રલ જેલના સળિયા પાછળ ધકેલાયા:યુવકે તરસાલી બ્રિજ નજીકની હોટેલમાં લઈ જઈને સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ પરિવારને ધમકી આપી હતી
વડોદરાના તરસાલી વિસ્તારમાં યુવકે સગીરાને લગ્ન કરવાની ખાતરી આપી તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ કેસમાં કપુરાઈ પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બંનેને કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. વડોદરાના તરસાલીમાં રહેતો દીપ વિશાલભાઈ બર્મન સગીરાને પોતાની બાઈક પર બેસાડી લઈ ગયો હતો. ત્યારબાદ નેશનલ હાઈવે-48 પર તરસાલી બ્રિજ નજીક આવેલી હોટેલ તેમજ પોતાના ઘરે લઈ જઈ સગીરાને લગ્ન કરવાની ખાતરી આપી હતી. આ દરમિયાન દીપે સગીરા સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ સગીરાના પરિવારજનોને થતાં તેમણે દીપ બર્મન અને તેના પિતા વિશાલભાઈનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન બંનેએ પરિવારજનોને ધમકી આપી હતી. આ મામલે સગીરાના પરિવારજનોએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે દીપ બર્મન અને તેના પિતા વિશાલભાઈ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની વિવિધ કલમો તેમજ POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે બંને આરોપીઓને સેન્ટ્રલ જેલની કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરતાં પિતા-પુત્રને જેલહવાલે કરવામાં આવ્યા હતા.
Read full article on Divya Bhaskar