Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

ઝારખંડમાં કોંગ્રેસ ગઠબંધન છોડી દેશે તો શું હેમંત સોરેનની સરકાર પડી જશે?

📰 The Indian Express 🕐 1 min read 📅 August 17, 2026 👁 6 views
ઝારખંડમાં કોંગ્રેસ ગઠબંધન છોડી દેશે તો શું હેમંત સોરેનની સરકાર પડી જશે?
Jharkhand Students Protest : ઝારખંડમાં વિદ્યાર્થીઓ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પત્ર લખ્યો છે. રાહુલ ગાંધીએ ભરતી પરીક્ષામાં કથિત ગેરરીતિઓ સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને હેમંત સોરેનને મળવા વિનંતી કરી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું કોંગ્રેસ ઝારખંડમાં જેએમએમ સાથે ગઠબંધન તોડશે કે નહીં. સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે જો કોંગ્રેસ જેએમએમ સાથે ગઠબંધન તોડશે તો શું હેમંત સોરેનની સરકાર પડી જશે કે તેની કોઈ અસર નહીં થાય? ઝારખંડમાં બહુમતીનો આંકડો કેટલો છે? આ બધા સવાલોના જવાબ જાણવા માટે તમારે ઝારખંડ વિધાનસભાની વર્તમાન સ્થિતિ પર નજર રાખવી પડશે. ઝારખંડમાં કુલ 81 વિધાનસભા બેઠકો છે. આવી સ્થિતિમાં કોઈ પણ સરકારને બહુમતી માટે 41 ધારાસભ્યોની જરૂર પડશે. ઝારખંડમાં 2024માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને તેમાં ઇન્ડિયા ગઠબંધને શાનદાર વિજય મેળવ્યો હતો. ઇન્ડિયા ગઠબંધનમાં જેએમએમ, કોંગ્રેસ, આરજેડી અને સીપીઆઈ (એમએલ) સામેલ હતા. શું સોરેન સરકાર પડી જશે? ઝારખંડમાં ઇન્ડિયા ગઠબંધન હાલમાં 56 ધારાસભ્યો સાથે સત્તામાં છે. ઇન્ડિયા ગઠબંધનમાં જેએમએમના 34, કોંગ્રેસના 16, આરજેડીના 4 અને સીપીએમએલના બે ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં જો કોંગ્રેસ ગઠબંધન છોડી દે છે તો તેના 16 ધારાસભ્યો અલગ થઈ જશે અને જેએમએમના નેતૃત્વવાળા ગઠબંધનમાં 40 ધારાસભ્યો બચશે. સરકાર બનાવવા માટે 41 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે. નીતિન નબીનની નવી ટીમની જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન આવી સ્થિતિમાં હેમંત સોરેને અન્ય એક ધારાસભ્યનું સમર્થન લેવું પડશે. ઝારખંડમાં જેએલકેએમના જયરામ મહતો પણ ધારાસભ્ય છે, જે તેમના દળના એકમાત્ર ધારાસભ્ય છે અને તેઓ કોઈ ગઠબંધનનો ભાગ નથી. આવી સ્થિતિમાં જો તેઓ સરકારનું સમર્થન કરશે તો હેમંત સોરેન સરકાર બહુમતી સાથે રહેશે. એનડીએ પાસે કેટલા ધારાસભ્યો છે? ઝારખંડમાં એનડીએ ગઠબંધનના કુલ 24 ધારાસભ્યો છે. ભાજપ પાસે 21 ધારાસભ્યો છે, જ્યારે આજસુ, જેડીયુ અને એલજેપી રામવિલાસના એક-એક ધારાસભ્ય છે.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan