politics
ગોધરા ગૌશાળામાં ભાજપ કાર્યકરોએ ગૌસેવા કરી:પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસની ઉજવણી નિમિત્તે આયોજન
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે ગોધરાની પાંજરાપોળ ગૌશાળા ખાતે ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા ગૌસેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ગૌશાળામાં ગૌમાતાઓને ઘાસચારો ખવડાવી ગૌસેવાનો લાભ લીધો હતો. જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આ સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ સહિત ભાજપના અન્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar