Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

વઢવાણના મહિલા મંડળના ગૃહઉદ્યોગને મુખ્યમંત્રીએ બિરદાવ્યો:ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પત્ર મોકલ્યો; કલેક્ટર જી.એચ. સોલંકીએ પણ અભિનંદન પાઠવ્યાં

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 31, 2026 👁 3 views
વઢવાણના મહિલા મંડળના ગૃહઉદ્યોગને મુખ્યમંત્રીએ બિરદાવ્યો:ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પત્ર મોકલ્યો; કલેક્ટર જી.એચ. સોલંકીએ પણ અભિનંદન પાઠવ્યાં
વઢવાણ અને આસપાસની મહિલાઓને ગૃહઉદ્યોગથી આત્મનિર્ભર બનાવતા ‘શ્રી વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ’ની કામગીરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સુરેન્દ્રનગરના કલેક્ટર જી.એચ. સોલંકીએ બિરદાવી છે. બંનેએ અલગ-અલગ શુભેચ્છા પત્ર મોકલી મંડળ સાથે જોડાયેલી મહિલાઓને પ્રોત્સાહિત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રમાં જણાવ્યું કે સ્થાનિક મહિલાઓને ગૃહઉદ્યોગથી આત્મનિર્ભર બનાવવાનું મંડળનું કામ સરાહનીય છે. મંડળ ખાખરા, પાપડ, અથાણાં અને ફરસાણ બનાવે છે. આ ઉત્પાદનોનું મોટા પાયે ઉત્પાદન અને વેચાણ થાય છે. મંડળની કામગીરીથી 50થી વધુ સ્થાનિક મહિલાઓને સીધી રોજગારી મળી છે. મુખ્યમંત્રીએ તેને મહિલા સશક્તિકરણનું ઉદાહરણ ગણાવ્યું. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘Women-led Development’ એટલે કે મહિલા નેતૃત્વ હેઠળના વિકાસના વિઝનને સાકાર કરવામાં આવા ગૃહઉદ્યોગો યોગદાન આપે છે. તે મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા, જીવનધોરણ સુધારવા અને સમાજના વિકાસમાં મદદરૂપ થાય છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan