top
પાટણમાં ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલનો જન્મદિવસ ઉજવાયો:રેસ્ટ હાઉસ ખાતે શુભેચ્છા કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
પાટણના રેસ્ટ હાઉસ ખાતે ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે એક શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો, પાટણ શહેર અને સમગ્ર પંથકના પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ અને કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, કાર્યકરો, સામાજિક અગ્રણીઓ, સરપંચો, કોર્પોરેટરો અને ડેલિગેટો પણ હાજર રહ્યા હતા. વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ અને કોંગ્રેસના આગેવાનો-કાર્યકરોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડૉ. કિરીટભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
Read full article on Divya Bhaskar