Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

અરવલ્લી-સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાએ ભિલોડા ભવનાથ મંદિરે દર્શન કર્યા:શીતળા સાતમે પૂજા-અર્ચન કરી સૌના સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 3, 2026 👁 3 views
અરવલ્લી-સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાએ ભિલોડા ભવનાથ મંદિરે દર્શન કર્યા:શીતળા સાતમે પૂજા-અર્ચન કરી સૌના સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી
ભિલોડા શહેરના જૂના ભવનાથ મહાદેવ મંદિરે શીતળા સાતમના પવિત્ર પર્વ નિમિત્તે ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. અરવલ્લી-સાબરકાંઠા લોકસભા મતવિસ્તારના સાંસદ શોભના બારૈયાએ મહિલા સંગઠનના સભ્યો અને હોદ્દેદારો સાથે મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે ભગવાન ભવનાથ મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. શીતળા સાતમના પર્વને કારણે મહિલાઓમાં વિશેષ ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરે પહોંચી હતી. તેમણે ભગવાન શિવના દર્શન કરીને પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. આ પ્રસંગે સાંસદ શોભના બારૈયાએ જણાવ્યું હતું કે, મહિલાઓ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક શીતળા સાતમનો તહેવાર ઉજવી રહી છે. તેમણે ભગવાન ભવનાથ મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેમજ તમામ મહિલાઓ અને તેમના પરિવારજનોને સુખી રાખે તેવી પ્રાર્થના કરી હતી. સાંસદ સાથે મહિલા સંગઠનના કાર્યકરો, મંડલ પ્રમુખ મનોજભાઈ પટેલ, રાજુભાઈ નિનામા, ડિરેક્ટર અને પૂર્વ પ્રમુખ કાંતિલાલ પટેલ સહિત સ્થાનિક હોદ્દેદારો અને આગેવાનો પણ હાજર રહ્યા હતા. સૌએ સાથે મળીને ભગવાન મહાદેવની પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. શીતળા સાતમના પવિત્ર પર્વ નિમિત્તે ભિલોડાના જૂના ભવનાથ મહાદેવ મંદિરે દિવસ દરમિયાન ભક્તોની અવરજવરથી મંદિર પરિસર ધમધમતું રહ્યું હતું.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan