top
ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા બુક વિતરણ:જામજોધપુરના ચાર ગામોની પ્રાથમિક શાળાઓમાં ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ
જામજોધપુર તાલુકામાં ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા કડબાલ, મેલાણ, નંદાણા અને વનાણા ગામોની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને બુકનું વિતરણ કરવામાં આવ્યું. આ પહેલનો મુખ્ય હેતુ બાળકોને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાનો અને તેમના અભ્યાસ પ્રત્યેનો રસ વધારવાનો છે. "શિક્ષણ એ જ સશક્ત ભવિષ્યનો પાયો છે" ના સંદેશ સાથે આ કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાયો હતો. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી પુસ્તકો મળતાં તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં શિક્ષણનું મહત્વ વધારવાની સાથે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડે છે.
Read full article on Divya Bhaskar