crime
વિશાખાપટ્ટનમની તેલ રિફાઇનરીમાં વિસ્ફોટ:ઊંચી જ્વાળાઓ દૂર સુધી દેખાઈ, એલાર્મ વાગતાં જ રહેણાંક વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો
વિશાખાપટ્ટનમની HPCL ઓઇલ રિફાઇનરીમાં વિસ્ફોટ થયો છે. વિસ્ફોટ બાદ ઊંચી જ્વાળાઓ ઉઠતી જોવા મળી હતી. ઘાટા ધુમાડાએ આસપાસના વિસ્તારને ઘેરી લીધો છે. ઘટનાને લગતી વધુ માહિતી હજુ સામે આવી નથી. રિપોર્ટ મુજબ, રિફાઇનરીની Unit-3 / ક્રૂડ પ્રોસેસિંગ યુનિટમાં વિસ્ફોટ થયો હતો. DCP ઐશ્વર્યા રસ્તોગીએ જણાવ્યું કે 5 ફાયર ટેન્ડર પહેલા પહોંચ્યા હતા, ત્યારબાદ વધુ ફાયર ટેન્ડર બોલાવવામાં આવ્યા. આગને કારણે સમગ્ર વિસ્તાર કાળા ધુમાડાથી ભરાઈ ગયો હતો અને આસપાસના મલકાપુરમ તથા ગાજુવાકા વિસ્તારોમાં ભય ફેલાઈ ગયો હતો. આ રિફાઇનરીમાં અગાઉ પણ 2013માં કૂલિંગ ટાવરમાં વિસ્ફોટ થતાં 2 લોકોનાં મોત અને 37 લોકો ઘાયલ થયા હતા. રિફાઇનરીની શરૂઆત વર્ષ 1957માં થઈ હતી વિશાખાપટ્ટનમમાં આવેલી આ પ્રખ્યાત ઓઈલ રિફાઈનરી (HPCL વિશાખ રિફાઈનરી) વર્ષ 1957માં શરૂ કરવામાં આવી હતી. આ ભારતના પૂર્વ કિનારે આવેલી સૌથી જૂની અને મોટી રિફાઈનરીઓમાંની એક છે, જે કાચા તેલમાંથી પેટ્રોલ, ડીઝલ અને ગેસ બનાવવાનું કામ કરે છે. ભારતમાં રિફાઈનરી સાથે જોડાયેલી તાજેતરની ઘટનાઓ 30 સપ્ટેમ્બર 2026: MRPL, મેંગલુરુ: એક વ્યક્તિનું મોત, આઠ ઘાયલ. 20 એપ્રિલ 2026: HPCL રાજસ્થાન રિફાઈનરીમાં આગ. 23 ઑગસ્ટ 2025: BPCL, કોચ્ચિ: વાલ્વમાં વિસ્ફોટ અને આગ.
Read full article on Divya Bhaskar