education
સરદાર પટેલ યુનિવર્સિટીમાં અભિમુખતા કાર્યક્રમ:અનુસ્નાતક ઇતિહાસ વિભાગના નવા વિદ્યાર્થીઓ માટે આયોજન કરાયું
સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક ઇતિહાસ વિભાગ દ્વારા નવા વિદ્યાર્થીઓ માટે અભિમુખતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આદિ શંકરાચાર્ય સભાગૃહમાં યોજાયો હતો.આ પ્રસંગે વિભાગના અધ્યાપકો પ્રો. વસંત પટેલ, પ્રો. હેમન્ત દવે અને ડો. દિલીપ ચૌધરીએ નવા વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા. અનુસ્નાતકના વિદ્યાર્થીઓએ સંગીત, નૃત્ય અને કવિતા દ્વારા પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. તેમણે વિભાગ પ્રત્યેની લાગણી વ્યક્ત કરતા પોતાના અનુભવો પણ રજૂ કર્યા હતા.નવા વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન થતી વિભાગની વિવિધ પ્રવૃત્તિઓથી વાકેફ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વિભાગ દ્વારા થયેલા પ્રવાસોની ઝલક દર્શાવતો એક વીડિયો પણ વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં સ્નાતક અને અનુસ્નાતકના 60 વિદ્યાર્થીઓ, ૫ પીએચ.ડી. શોધાર્થીઓ અને 4 અધ્યાપકો સહિત કુલ 69 લોકો જોડાયા હતા.
Read full article on Divya Bhaskar