politics
ભેળસેળ મામલે ભગવા સેના આક્રમક:ફૂડ માફિયા સામે કડક કાર્યવાહીની માંગ, તુકારામ મુંડે જેવા અધિકારીની નિમણૂક કરવા માંગ
આનંદ નિકેતન શાળાની કેન્ટીનમાં ફૂડમાંથી કાચનો ટુકડો મળી આવવાની ઘટના હોય કે દહેગામમાંથી નકલી ઘીની ફેક્ટરી ઝડપાવાનો મામલો હોય, રાજ્યમાં ભેળસેળિયા ખાદ્ય પદાર્થોને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. બજારમાં મળતા જંકફૂડ અને ગુણવત્તા વગરની ખાદ્ય વસ્તુઓના કારણે સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલ રાવલે ગુજરાત સરકાર સમક્ષ ફૂડ માફિયાઓ સામે કડક પગલાં લેવાની ઉગ્ર માંગ કરી છે. તુકારામ મુંડે જેવા નિષ્પક્ષ અને કડક અધિકારીની નિમણૂક કરવાની માંગ ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલ રાવલે ગુજરાતમાં ફૂડ વિભાગની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે મહારાષ્ટ્ર કેડરના જાણીતા આઈએએસ (IAS) અધિકારી તુકારામ મુંડે જેવા કડક અને નિષ્પક્ષ અધિકારીની નિમણૂક કરવાની માંગ કરી છે. રાવલે જણાવ્યું હતું કે, તુકારામ મુંડેએ પોતાના ૨૧ વર્ષના કાર્યકાળ દરમિયાન પોતાની નિષ્પક્ષ કામગીરીના કારણે અનેક ટ્રાન્સફર વેઠી છે, પરંતુ ક્યારેય અન્યાય કે ગેરરીતિ સામે નમતું જોખ્યું નથી. ગુજરાતમાં ફૂડ માફિયા અને ભેળસેળ કરનારાઓ પર અંકુશ લાવવા માટે આવા જ કડક અધિકારીની તાતી જરૂરિયાત છે. વ્યસન ન કરનારા નાગરિકો પણ ભેળસેળથી બીમારીનો ભોગ ભગવા સેનાએ રજૂઆત કરતા જણાવ્યું છે કે, જે લોકો વ્યસન કરે છે તેઓ તો બીમાર પડે જ છે, પરંતુ જે નાગરિકો કોઈ પણ જાતનું વ્યસન કરતા નથી તેઓ પણ આવા બિનગુણવત્તાવાળા અને ભેળસેળિયા ખોરાકના કારણે ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે. આથી ફૂડ વિભાગ દ્વારા માત્ર કાગળ પર નહીં પરંતુ જમીની સ્તર પર કડક અને દંડાત્મક કાર્યવાહી થાય તે અત્યંત જરૂરી છે. શ્રાવણ માસમાં નોનવેજ પર પ્રતિબંધ અને ફરાળી ખોરાકની ચકાસણીની માંગ પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને ભગવા સેનાએ સરકાર સમક્ષ વધુ કેટલીક મહત્વની માંગણીઓ મૂકી છે: સરકાર આ સમગ્ર મામલે ગંભીરતાથી વિચાર કરી યોગ્ય પગલાં ભરે તેવી ભગવા સેના દ્વારા આગ્રહભરી માગણી કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar