crime
વડોદરામાં ગાડીના દરવાજે લટકીને યુવકે પાડ્યા રોલા, જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ
વડોદરામાં વધુ એક વખત કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં રિલ બનાવીને છવાઈ જવા માટે યુવકે સ્ટંટ કર્યો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક રસ્તા પર દોડતી થાર કારના દરવાજે લટકી રહ્યો છે. દાવા પ્રમાણે આ વીડિયો અટલાદરાથી મહારાજા ચોકડીનો હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે આ મામલે કડક કાર્યવાહી થાય તેવી લોકમાગ ઊઠી છે. મહત્વનું છે કે સોશિયલ મીડિયા છવાઈ જવા માટે આજકાલ કેટલાક લોકો યેનકેન પ્રકારે સ્ટંટ કરી રહ્યા છે. ત્યારે આ સ્ટંટ સમયે કોઈ ખુવારી થાય તો જવાબદારી કોની?
Read full article on News18 Gujarati