politics
શહેર કોંગ્રેસે રાષ્ટ્રીય વડાનું અપમાન ગણાવીને કડક શબ્દોમાં વખોડી કાઢી:હલદવાણી રેલી બાદ મલ્લિકાર્જુન ખડગે પર કથિત 'શુદ્ધિકરણ' વિવાદ, કોંગ્રેસ પક્ષનો ઉગ્ર વિરોધ અને સરકારને ચેતવણી
હલદવાણી ખાતે યોજાયેલી કોંગ્રેસ પક્ષની વિશાળ રેલી અને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતા બાદ બનેલી એક કથિત ઘટનાએ રાજકીય ગરમાવો લાવી દીધો છે, રેલીના બીજા જ દિવસે ગંગાજળ છાંટીને કહેવાતી 'શુદ્ધિકરણ' નીતિ અપનાવવાના કૃત્યને લઈને કોંગ્રેસ પક્ષે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની વિચારધારા સામે આકરા પ્રહારો કર્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દલિત સમાજમાંથી આવે છે. દેશનું બંધારણ ઘડનાર બાબાસાહેબ આંબેડકર પણ આ જ સમાજમાંથી આવે છે, ત્યારે ભાજપ અને આરએસએસ સાથે જોડાયેલા લોકો દ્વારા આ પ્રકારે 'છૂત-અછૂત' અને ભેદભાવયુક્ત નીતિ અપનાવવી એ અત્યંત નિંદનીય અને હીન માનસિકતા દર્શાવે છે, પક્ષ દ્વારા ભૂતકાળના અન્ય બનાવોનો ઉલ્લેખ કરતા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે અગાઉ દેશના રાષ્ટ્રપતિ જ્યારે મંદિરોની મુલાકાતે જતા ત્યારે પણ આવા જ પ્રકારની શુદ્ધિકરણની માનસિકતા જોવા મળતી હતી, જે સાબિત કરે છે કે આ વિચારધારા કેટલી સંકુચિત છે. કોંગ્રેસ પક્ષ હંમેશા સમાનતા, ભાઈચારો અને ભારતીય બંધારણમાં માનનારો પક્ષ રહ્યો છે. મલ્લિકાર્જુન ખડગે માત્ર કોંગ્રેસના જ નહીં પરંતુ સમગ્ર દેશના આદરણીય નેતા છે, અને દલિત સમાજ તથા તેમના વડાનું આ પ્રકારે થતું અપમાન કોંગ્રેસ પક્ષ ક્યારેય સહન નહીં કરે. સમગ્ર મામલે પ્રશાસન અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આનાથી પણ વધુ ઉગ્ર કાર્યક્રમો આપવાની ચેતવણી આપવામાં આવી છે...
Read full article on Divya Bhaskar