crime
પૂર્વ કૃષિમંત્રી અને ધારાસભ્યના વોટ્સએપ એકાઉન્ટ હેક:ધારાસભ્યોના નામે પૈસા મંગાતા તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા વોટ્સએપ બ્લોક કરાયા
હાલારના રાજકારણમાં ભારે ચકચાર મચાવતી ઘટના સામે આવી છે, જેમાં જામનગર વિધાનસભા-77 ગ્રામ્યના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકનું વોટ્સએપ (WhatsApp) એકાઉન્ટ હેકર્સ દ્વારા હેક કરીને આર્થિક મદદ માટે પૈસાની માંગણી કરવામાં આવતા તાત્કાલિક વોટ્સએપ બ્લોક કરાવ્યા છે. રાઘવજીભાઈ પટેલનો મોબાઈલ અને વોટ્સએપ હેક થયાની ગણતરીની મિનિટોમાં જ તેમના પરિચિતો તેમજ નજીકના લોકો પાસેથી આર્થિક મદદના બહાને રૂ. 35,000 અને રૂ.45,000 જેવી રકમની માગણી કરવાનું શરૂ કરી દેવાયું હતું. ધારાસભ્યની ઓફિસે આ અંગે સતત ફોન આવતાં સમગ્ર બાબત પ્રકાશમાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને રાઘવજીભાઈએ તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. સાયબર ટીમે ત્વરિત કાર્યવાહી કરીને વોટ્સએપ બ્લોક કરાવ્યું હતું. આવી જ રીતે દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકનું પણ વોટ્સએપ હેક થયું હતું, અને તેમના પરિચિતો પાસેથી પણ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જે અંગેની જાણ થતાં તેઓએ પણ સાયબર ક્રાઈમ પોલીસને જાણ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. રાજકિય વર્તુળોમાં ચકચાર મચી જવા છે. તો અમુક રાજકિય નેતાઓએ પોતાના મોબાઈલમાં આવતી અજાણી લીંકો ખોલવાનું ટાળી રહ્યા છે. અમારા નામે નાણાંનો વ્યવહાર ન કરો : MLA જામનગર ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના વોટ્સએપ હેક થયા છે, જેથી તેઓએ અમારા વોટ્સએપ હેક થયા છે, કોઈ નાણાકીય વ્યવહાર અમારા નામે કરવો નહીં. તેમ તેઓના પરિચિતો અને સંબંધીઓ સહિતનાઓને અમારા નામે કોઇ નાણાંકીય વ્યવહાર ન કરવા અપીલ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar