crime
ડાકોરમાં દર્શન કરવા નીકળેલાં વૃદ્ધા પર ગાયનો જીવલેણ હુમલો
પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં દર્શન કરવા જતા મહિલા પર રખડતા ઢોરે જીવલેણ હુમલો કરી દીધો. ડાકોરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો. દર્શન કરવા જઈ રહેલી એક વૃદ્ધ મહિલા પર રખડતી ગાયે અચાનક હુમલો કર્યો. ગાયત્રી મંદિર પાસે ત્રણ મહિલાઓ પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક રખડતી ગાય તેમની પાછળ દોડી. ગાયે મહિલાને જમીન પર પાડી પગથી કચડ્યા. ત્યારબાદ ગોળ-ગોળ ફેરવીને હુમલો કર્યો. અન્ય મહિલા અને આસપાસના સ્થાનિક લોકો વૃદ્ધાને બચાવવા દોડી આવ્યા અને ગાયને દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો. તેમ છતા ગાયે સતત હુમલો ચાલુ રાખ્યો. ઘટનાના રુંવાડા ઉભા કરી દેતા CCTV સામે આવ્યા છે. વૃદ્ધા જેમ ઊભાં થવાનો પ્રયાસ કરતાં, તેમ ગાય વધુ જોરથી માથા અને પગથી હુમલાઓ ચાલુ રાખ્યા. આખરે ભારે જહેમત બાદ લોકોની મદદથી ગાયને દૂર ભગાડવામાં આવી અને વૃદ્ધાને ઉભા કરવામાં આવ્યા. ગાયના હુમલામાં વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થયા છે. યાત્રાધામમાં રખડતાં ઢોરના આતંકને લઈ સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
Read full article on News18 Gujarati