top
બાપુજીની વાડીમાં ચાલતી દારુ પાર્ટીમાં પોલીસ ત્રાટકી!
સુરતના ડુમસ વિસ્તારમાં આવેલી રામજીવાડીની ‘બાપુજીની વાડી’ તરીકે ઓળખાતી જગ્યાના એક પ્રાઇવેટ બંગલામાં ચાલતી દારૂની પાર્ટી પર પોલીસે દરોડો પાડ્યો હતો. બાતમીના આધારે ડુમસ પોલીસે કાર્યવાહી કરતા કુલ 22 લોકોને ઝડપી પાડ્યા હતા, જેમાં 8 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં એક યુવતીના જન્મદિવસ નિમિત્તે આ પાર્ટી યોજાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંગલામાં તપાસ કરતા દારૂ અને બીયરની બોટલો મળી આવી હતી, જ્યારે પાર્ટી દરમિયાન વપરાયેલી કેટલીક ખાલી બોટલો કચરાપેટીમાંથી પણ મળી આવી હોવાનું સામે આવ્યું હતું. બંગલામાં ટેબલ પર એક ગેમ પણ રાખવામાં આવી હતી, જેમાં યુવતીઓ પાસા નાખીને ગેમ રમતી હોવાની માહિતી મળી છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જન્મદિવસની પાર્ટીના નામે પ્રાઇવેટ બંગલામાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસના દરોડાની ઘટના સુરતમાં ચર્ચાનો વિષય બની છે.
Read full article on News18 Gujarati