Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

રાહુલ ગાંધીના નિવેદન પર રાજનાથ સિંહે કહ્યું - ખૂબ જ નીચલા સ્તરની અને નિંદનીય ટિપ્પણી

📰 The Indian Express 🕐 1 min read 📅 August 14, 2026 👁 4 views
રાહુલ ગાંધીના નિવેદન પર રાજનાથ સિંહે કહ્યું - ખૂબ જ નીચલા સ્તરની અને નિંદનીય ટિપ્પણી
Rajnath Singh : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારની વિદેશ નીતિને લઇને આપેલા નિવેદન પર રક્ષામંત્રી રાજનાથ સિંહે વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે વિપક્ષના નેતાએ ગઈકાલે વડા પ્રધાન અને દેશની વિદેશ નીતિ પર જે વાતો કરી છે તે ખૂબ જ નાની દ્રષ્ટિ અને નિંદનીય છે. રાહુલ ગાંધીની ટિપ્પણી ખૂબ જ નીચલા સ્તરની - રાજનાથ સિંહ આ મુદ્દે રક્ષામંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધીને ઘેરતા કહ્યું હતું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની વિદેશ નીતિ પર જે ટિપ્પણી કરી હતી તે ખૂબ જ નીચલા સ્તરની અને નિંદનીય છે. સાથે મને વ્યક્તિગત રીતે પણ ખૂબ જ પીડા આપનાર છે. તેમણે આગળ કહ્યું કે મેં મારી લાંબી રાજકીય કારકિર્દીમાં કોઈ પણ વિપક્ષના નેતાનું આવું અભદ્ર અને અકલ્પનીય વર્તન ક્યારેય જોયું નથી. સુષ્મા સ્વરાજ હોય કે અરુણ જેટલી, અટલ બિહારી વાજપેયી હોય કે લાલકૃષ્ણ અડવાણી, મનમોહન સિંહ હોય કે સોનિયા ગાંધી, આવું અશોભનીય આચરણ કલ્પનાથી પરે છે. લોકશાહી માટે ગંભીર ખતરાનો સંકેત : રાજનાથ સિંહ રક્ષા મંત્રીએ કહ્યું કે આ પ્રકારનું વર્તન દેશમાં સ્વસ્થ લોકશાહી માટે ગંભીર ખતરાનો સંકેત છે. રાહુલ ગાંધીના મનમાં વડા પ્રધાન મોદી પ્રત્યે ગમે તેટલી કુંઠા ભરેલી હોય આવી અપમાનજનક ટિપ્પણી સ્વીકાર્ય નથી. ખાસ કરીને ત્યારે જ્યારે મોદીના રુપમાં એક એવા જેવા વડા પ્રધાન છે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધારી અને વિકસિત ભારતનો માર્ગ મોકળો કર્યો. આવા નેતા પ્રત્યે આવી અભદ્ર ટિપ્પણી દરેક ભારતીયના મનને અંદરથી કષ્ટ આપનાર છે. कल नेता प्रतिपक्ष राहुल गांधी जी ने प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी एवं भारत की विदेश नीति पर जो टिप्पणी की है, वो अत्यन्त निम्नस्तरीय और निन्दाजनक तो है ही, साथ ही मुझे व्यक्तिगत रूप से बहुत पीड़ा देने वाली भी है। अपने लम्बे राजनैतिक जीवन में, मैंने किसी भी नेता प्रतिपक्ष... pic.twitter.com/yQ9zr6oGxf — Rajnath Singh (@rajnathsingh) August 14, 2026 રાજનાથ સિંહે કોંગ્રેસને સવાલ પુછતા કહ્યું કે આવી ભાષા અને વર્તન પછી હવે તેઓ લાલ, બાલ, પાલથી લઈને મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, રાજેન્દ્ર પ્રસાદથી લઈને લાલ બહાદુર શાસ્ત્રી, નરસિમ્હા રાવથી લઈને પ્રણવ મુખર્જી સુધીની વિરાટ હસ્તીઓના વારસાનો દાવો કરી શકે છે? ઓપરેશન સિંદૂર પર અજીત ડોભાલે પહેલીવાર કહ્યું - ભારત સખત પ્રહાર કરી શકે છે, પછી ભલે પરિણામ ગમે તે હોય ભારતની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાનું પણ અપમાન કર્યું : રક્ષામંત્રી તેમણે કહ્યું કે હું કહી શકું છું કે રાહુલ ગાંધીએ માત્ર વડાપ્રધાન મોદીનું અપમાન કર્યું નથી, પરંતુ ભારતની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાનું પણ અપમાન કર્યું છે, લોકશાહી અને વિપક્ષના નેતા પદની ગરિમાને કલંકિત કરી છે. હું કલ્પના પણ કરી શકતો નથી કે જેના નામમાં ગાંધી શબ્દ લાગેલો હોય તે આટલું શરમજનક નિવેદન આપી શકે.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan