Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સોમવારનું રાશિફળ:વૃષભ જાતકોના આવકના સ્ત્રોત વધશે, સિંહ રાશિના લોકોને પ્રોપર્ટીને લગતા કામમાં સફળતા મળશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 9, 2026 👁 13 views
સોમવારનું રાશિફળ:વૃષભ જાતકોના આવકના સ્ત્રોત વધશે, સિંહ રાશિના લોકોને પ્રોપર્ટીને લગતા કામમાં સફળતા મળશે
ગુજરાતી પંચાંગ અનુસાર, 10 ઓગસ્ટ 2026, સોમવારના રોજ અષાઢ વદ બારસ/તેરસ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ મિથુન છે. રાહુકાળ સવારે 7:54 -9:31 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો... પોઝિટિવઃ- આજ સંતોષમ્ પરમ સુખમ્- સૂત્ર પર વિશ્વાસ રાખીને પોતાની દિનચર્ચા વ્યવસ્થિત કરો. ધીમે-ધીમે પરિસ્થિતિ અનુકૂળ થઈ જશે. તમારા સંપર્કોની સીમાને વધારે વિસ્તૃત કરવી જ ફાયદાકારક રહેશે. નેગેટિવઃ- કોઈપણ કાર્યને લઈને બીજાના ભરોષે ન રહો નહીંતર નુકસાન ભોગવવું પડી શકે છે. કોઈપણ વાદ-વિવાદમાં ગુંચવાશો નહીં, નહીંતર તેનાથી તમારી માનસિક સ્થિતિ અને સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. વ્યવસાયઃ- કારોબારમાં પોતાની ઉપ સ્થિતિ અનિવાર્ય છે. સ્ટાફ ઉપર નિર્ભર ન રહો. લવઃ- પતિ-પત્ની વચ્ચે નાના-મોટા વિવાદ સંબંધોમાં વધારે મધુરતા લાવશે. સ્વાસ્થ્યઃ- પોઝિટિવ અને સ્વસ્થ બની રહેવા માટે થોડો સમય પોતાના રસના કાર્યો માટે પણ કાઢો લકી કલરઃ- ગુલાબી લકી નંબરઃ- 6 પોઝિટિવઃ- દિવસની શરૂઆતમાં જ પોતાની દિનચર્યાને વ્યવસ્થિત કરી લો, કેમ કે આજે બપોર પછી કોઈ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. સાથે જ તમારું કોઈ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. તમારા આવકના સ્ત્રોત વધશે. નેગેટિવઃ- પોતાના વિરોધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. ઈર્ષ્યાની ભાવનાથી કોઈ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે. રોકાણ સંબંધી કાર્યોને હાલ ટાળવાનું રાખો. વ્યવસાયઃ- ફાયદાકારક સ્થિતિ બની રહી છે. આજે મોટાભાગનો સમય માર્કેટિંગ તથા બહારની ગતિવિધિઓને પૂર્ણ કરવામાં જ પસાર થઈ શકે છે. લવઃ- જીવનસાથી તથા પરિવારના લોકો સાથે ઓનલાઇન શોપિંગ અને મોજમસ્તીમાં સારો સમય પસાર થશે. સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા ડાયાબિટિઝથી પરેશાન લોકો પોતાનું ખાસ ધ્યાન રાખે. લકી કલરઃ- લાલ લકી નંબરઃ- 2 પોઝિટિવઃ- મોટાભાગના લોકો માટે સમય સફળતાદાયી રહેશે. ઓનલાઈન સ્પર્ધામાં જરૂર સામેલ થવું જોઈએ. કોઈપણ કામ પ્લાનિંગથી કરવું અને પોઝિટિવ વિચાર રાખવાથી તમને નવી દિશા પ્રાપ્ત થશે. નેગેટિવઃ- સફળતા પ્રાપ્ત કરવા માટે દિનચર્યાને વ્યવસ્થિ જાળવી રાખવી જરૂરી છે. કોઈપણ યોજના બનાવતા પહેલાં તેના ઉપર ગંભીરતાથી વિચાર કરો, નહીંતર થોડી ભૂલો થઈ શકે છે. વ્યવસાયઃ- વેપારમાં પોતાની જવાબદારીઓને સમજો અને તેના ઉપર ધ્યાન આપો. બેદરકારીના કારણે થોડી પરેશાનીઓ સામે આવી શકે છે. લવઃ- પરિવારમાં શુભ આયોજન સંબંધી યોજનાઓ બનશે. બધા જ સભ્યો તેમાં ભાગ લેશે. સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ ગરમી અને પોલ્યુશનથી બચવું. લકી કલરઃ- કેસરી લકી નંબરઃ- 6 પોઝિટિવઃ- પોતાની યોગ્યતા અને આવડત દ્વારા તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રેહશો. પ્રતિષ્ઠિત લોકોને હળવા-મળવાથી તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે તથા ખાસ અનુભવ પણ મળશે. નેગેટિવઃ- જરૂરી ખર્ચને જ પ્રાથમિકતા આપો તથા પોતાના બજેટને સંતુલિત રાખો. અતિ આત્મવિશ્વાસ અને ઈગો આવી જવાથી તમારા થોડાં કામ ખરાબ થઈ શકે છે. ભાઈ-બહેનો સાથે તાલમેલ જાળવી રાખો. વ્યવસાયઃ- વેપારમાં ગતિવિધિઓમાં વધારે પ્રચારની જરૂર છે. તેનાથી કાર્યપ્રણાલીમાં ગતિ આવશે તથા નવા સંપર્ક પણ સ્થાપિત થશે. લવઃ- જીવનસાથીના સ્વભાવમાં થોડું ચીડિયાપણું આવી શકે છે, તેની સાથે તાલમેલ જાળવી રાખવો. સ્વાસ્થ્યઃ- વધારે થાકની અસર તમારી કાર્યક્ષમતા પર પડી શકે છે. લકી કલરઃ- સફેદ લકી નંબરઃ- 3 પોઝિટિવઃ- જો કોઈ સંબંધી સાથે મનમુટાવ ચાલી રહ્યો છે તો વડીલ લોકોના સહયોગથી ઉકેલાઈ જશે અને પ્રોપર્ટી સાથે જોડાયેલા કોઈપણ કેસમાં સફળતા મળી જશે. મોટાભાગના કામ યોગ્ય રીતે સંપન્ન થવાથી મનમાં સુકૂન પણ રહેશે. નેગેટિવઃ- પોતાની સફળતાનો દેખાડો ન કરો. અનેકવાર ઉતાવળ કે અતિ ઉત્સાહમાં બનતું કામ ખરાબ થઈ શકે છે. પોતાના આવેશ અને ગુસ્સા પર કાબૂ રાખો,નહીંતર પારિવારિક સુખ-શાંતિ પણ પ્રભાવિત થઈ શકે છે. વ્યવસાયઃ- કાર્યસ્થળ પર કોઈ કર્મચારીના કારણે તમે મુશ્કેલમાં પડી જશો, તમારી કોઈ મહત્ત્વપૂર્ણ વેપારની ગતિવિધિ લીક થઈ શકે છે. લવઃ- પતિ-પત્ની તથા પરિવારમાં થોડી ગેરસમજ ઊભી થઇ શકે છે. પારિવારિક લોકોનો એકબીજા સાથે તાલમેલ જાળવી રાખવો જરૂરી છે. સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે. વર્તમાન નકારાત્મક પરિસ્થિતિઓથી પોતાને બચાવો લકી કલરઃ- કેસરી લકી નંબરઃ- 5 પોઝિટિવઃ- ઘરમાં માંગલિક કાર્ય સંબંધી યોજનાઓ બનશે. આજે ખાસ કરીને સ્ત્રીઓ ઘરેલૂ કાર્યને સહજતા અને સરળતાથી પૂરું કરી શકે છે. સંબંધીઓ સાથે મનોરંજન, પાર્ટી વગેરેમાં પણ સમય પસાર થશે. નેગેટિવઃ- નકારાત્મક વિચારોને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. અનુભવી લોકો સાથે સંપર્કમાં થોડો સમય પસાર કરો. એકાંતમાં બેસીને આત્મચિંતન કરો. કોઈ કોર્ટ સંબંધી મામલો ગુંચવાઈ શકે છે. વ્યવસાયઃ- વ્યવસાયમાં સ્ટાફ તથા કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખો. તમારા કઠોર વ્યવહારના કારણે કોઈ મુખ્ય કર્મચારી કામ છોડીને જઈ શકે છે. લવઃ- પતિ-પત્ની વચ્ચે તાલમેલ યોગ્ય જળવાયેલો રહેશે. સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે. લકી કલરઃ- વાદળી લકી નંબરઃ- 7 પોઝિટિવઃ- આજનો દિવસ દરેક મામલે તમને સફળતા આપનાર રહેશે. લાભના માર્ગ પણ મળી જશે. જો કોઈને ધન ઉધાર આપેલું છે તો આજે તે પાછું આવવાની સંભાવના પ્રબળ રહેશે. ઘર માટે કોઈ ખાસ વસ્તુની શોપિંગ પણ શક્ય છે. નેગેટિવઃ- ઘર કે વેપાર સાથે સંબંધીત કોઈપણ નિર્ણય ઉતાવળમાં લેવાથી બચવું પડશે. કોઈપણ બહારના વ્યક્તિની દખલ તમારા પરિવારમાં થવા દેશો નહીં. બાળકોની ગતિવિધિઓ ઉપર ધ્યાન રાખો. વ્યવસાયઃ- આજે કારોબાર સાથે જોડાયેલો કોઈ મોટો નિર્ણય લેવો પડી શકે છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમને નિર્ણય લેવામાં સરળતા પણ રહેશે. લવઃ-ઘરની વ્યવસ્થા સુખદ બની રહેશે. યુવા વર્ગ પોતાના પ્રેમ સંબંધો પ્રત્યે ગંભીર અને પ્રામાણિક રહેશે. સ્વાસ્થ્યઃ- ગેસ અને અપચાની સમસ્યાથી બચવા માટે વ્યવસ્થિત દિનચર્યા રાખવી. લકી કલરઃ- બદામી લકી નંબરઃ- 2 પોઝિટિવઃ- આજે અચાનક જ થોડી સુખદ પરિસ્થિતિઓ બનશે. થોડા ખાસ કે રાજનૈતિક લોકો સાથે મુલાકાત ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયે કોઈ પોલિસી વગેરેમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તરત નિર્ણય લો. નેગેટિવઃ- ભાવુકતા અને બેદરકારી જેવી નબળાઈ પર વિજય પ્રાપ્ત કરો. ભૂલોથી બચવા માટે સારું રહેશે કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલાં તેના ઉપર ફરી વિચાર કરી લો. વ્યવસાયઃ- વ્યવસાયની ગતિવિધિઓમાં પોતાની હાજરી અને દેખરેખ જરૂરી રાખો. કેમ કે આ સમયે કોઈ પ્રકારનું નુકસાન થવાની શક્યતાઓ છે. કર્મચારીઓની કોઈ બેદરકારીના કારણે કોઈ ઓર્ડર પણ કેન્સલ થઈ શકે છે. લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. ઘરના સભ્યો પ્રફુલ્લિત તથા ખુશ રહેશે. સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઈ અને સાંધામાં દુખાવા જેવી સમસ્યા પરેશાન કરી શકે છે. લકી કલરઃ- આસમાની લકી નંબરઃ- 7 પોઝિટિવઃ- ઘરમાં કોઈ નજીકના સંબંધીના આવવાથી વાતાવરણ સુખમય રહેશે. અનેક મુદ્દા પર ચર્ચા વિચારણા થશે અને સમાધાન પણ મળી આવશે. થોડા સમયથી તમે તમારા જે કાર્ય પ્રત્યે કોશિશ કરી રહ્યા હતા, આજે તને સંબંધિત ગતિવિધિઓ આગળ વધી શકે છે. નેગેટિવઃ- ભાઈઓ સાથે કોઈ પારિવારિક મુદ્દાને લઈને ચર્ચા વિચારણાની સ્થિતિ બની શકે છે. તમે તમારા યોગ્ય વ્યવહાર દ્વારા પરિસ્થિતિ સંભાળી લેશો. વિદ્યાર્થીઓને એડમિશન સંબંધી કાર્યમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. વ્યવસાયઃ- વેપારમાં કોઈ નવા કામની શરૂઆત થવાની શક્યતા છે. સાથે જ લાભની શક્યતાઓ પણ બનશે. વર્કર્સની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. લવઃ- લગ્નજીવનમાં સુખ-શાંતિ બની રહેશે. પોતાના લોકોનો સાથ સુકૂન અને શાંતિ આપશે. સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખવાથી તમારી પરેશાનીઓ વધી શકે છે. લકી કલરઃ- પીળો લકી નંબરઃ- 5 પોઝિટિવઃ- સમય તમારા પક્ષમાં છે. કામ સરળતાથી બનશે અને કોઈ નવી યોજના પર પણ કામ કરવાની તક મળશે. પરિવાર અને ફાયનાન્સ સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ નિર્ણય પોઝિટિવ રેહશે. તથા છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઈ સમસ્યાનું નિદાન પણ થશે. નેગેટિવઃ- વધતા ખર્ચના કારણે થોડી ચિંતાની સ્થિતિ બની શકે છે. પરંતુ જલ્દી જ સમાધાન પણ મળી જશે. એટલે ભાવનાઓમાં વહીને ઉતાવળમાં કોઈ નિર્ણય લેશો નહીં. કોઈ સાથે પણ વૈચારિક મતભેદ ચાલી રહ્યો હોય તો તેમને દૂર કરવામાં તમારી કોશિશ સફળ રહેશે. વ્યવસાયઃ- વ્યવસાયમાં તમારી હાજરીથી યોગ્ય વ્યવસ્થા બની રહેશે. પરંતુ કોઈ સહયોગીનો નકારાત્મક વ્યવહાર વાતાવરણને પ્રભાવિત કરી શકે છે. લવઃ- પતિ-પત્ની એકબીજા સાથે સહયોગ કરીને ઘરમાં યોગ્ય વાતાવરણ જાળવી રાખશે. સ્વાસ્થ્યઃ- અસંતુલિત ખાનપાનના કારણે પાચન સંબંંધી સમસ્યાઓ વધી શકે છે. લકી કલરઃ- આસમાની લકી નંબરઃ- 3 પોઝિટિવઃ- વિચારેલા કાર્ય આજે સમય પર પૂર્ણ થઈ જશે અને આજનો દિવસ મિત્રો તથા પરિવાર સાથે મનોરંજનમાં પસાર થશે. તમે તમારી સમજદારી દ્વારા કોઈ મિત્રની સમસ્યાનો ઉકેલ પણ શોધવામાં સફળ રહેશો. નેગેટિવઃ- વધતા ખર્ચ તમારી સમસ્યાઓમાં વધારો કરી શકે છે, એટલે તેમાં કાપ મુકો અથવા પોતાના બજેટનું ધ્યાન રાથો. કોર્ટ કેસ સંબંધી મામલાઓમાં અત્યારે કોઈપણ પ્રકારના સુધારની શક્યતા નથી. વ્યવસાયઃ- કોઈપણ વ્યવસાય સંબંધી નિર્ણય લેતી સમયે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો. હાલ થોડી ઉતારચઢાવની સ્થિતિ રહેશે. લવઃ- પરિવાર પ્રત્યે તમારો સહયોગ અને વ્યવસ્થા જાળવી રાખવાથી તમારા સંબંધોમાં મજબૂતી આવશે. સ્વાસ્થ્યઃ- ઊંઘ ન આવવા જેવી સમસ્યા પરેશાન કરી શકે છે. જેના કારણે શારીરિક અને માનસિક થાક રહેશે. લકી કલરઃ- ગુલાબી લકી નંબરઃ- 8 પોઝિટિવઃ- તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખતા તમે મોટાભાગના મહત્ત્વપૂર્ણ કામ સમયે પૂર્ણ કરી લેશો અને અન્ય ગતિવિધિઓ ઉપર પણ પોતાની ઉપસ્થિતિ રાખશો. ખાસ કરીને મહિલાઓ પોતાને સાબિત કરવામાં સફળ રહેશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે વધારે વિચાર કરવાના કારણે અનેક મહત્ત્વપૂર્ણ કામ છૂટી જશે. કોઈપણ ખાસ કાર્યમાં પારિવારિક સભ્યોની સલાહ લેવી પણ જરૂરી છે. યુવા વર્ગ મોજ મસ્તીના કારણે પોતાના કાર્યને અંજામ આપી શકશે નહીં અને પોતાનું જ નુકસાન કરાવી બેઠશે. વ્યવસાયઃ- વ્યવસાયમાં જો કોઈ નવા કામની શરૂઆત કરવા ઇચ્છો છો તો સમય શુભ છે. સાથે જ અનુભવી લોકોનો સહયોગ પણ મળશે. લવઃ- જીવનસાથી સાથે નાનો-મોટો વિવાદ રહેશે. કુંવારા લોકો માટે પણ સારા સંબંધ આવી શકે છે. સ્વાસ્થ્યઃ- અનિયમિત ખાનપાનના કારણે લિવર સંબંધિત થોડી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. લકી કલરઃ- લીલો લકી નંબરઃ- 1
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan