Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

પાંચમો વેદ:માથામાં ઘણા સફેદ વાળ આવવા લાગ્યા છે, તેને અટકાવવા માટે માર્ગદર્શન આપશો?

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 4 views
પાંચમો વેદ:માથામાં ઘણા સફેદ વાળ આવવા લાગ્યા છે, તેને અટકાવવા માટે માર્ગદર્શન આપશો?
વૈદ્ય પ્રેરક શાહ પ્રશ્ન: મારી ઉંમર 38 વર્ષ છે અને વજન 64 કિલો છે. નવરાત્રિમાં ગરબા રમતાં પડી ગઈ હતી. ત્યારથી કમરમાં ખૂબ દુખે છે. ઊઠતાં-બેસતાં દુખાવો વધે છે. ડૉક્ટરે પેઇનકિલર દવા આપી અને એક્સ-રે કરાવવાનું કહ્યું છે. એક અઠવાડિયા પછી પણ ખાસ રાહત નથી. મારા ભાભીને જામનગરના વૈદ્યે દવા, ઉકાળા અને પંચકર્મથી 7-8 દિવસમાં સારાં કરી દીધાં હતાં. અમદાવાદમાં આવી સારવાર ક્યાં મળે?{ મધુરિકા માંડવીયા ઉત્તર: પડી ગયા પછી એક અઠવાડિયાથી કમરનો દુખાવો ઓછો ન થયો હોય તો પહેલાં ડૉક્ટરની સલાહ મુજબ એક્સ-રે કરાવો. ત્યાં સુધી ભારે વજન ઊંચકવું, વારંવાર નમવું અને કમર પર જોરથી મસાજ કરાવવાનું ટાળો. ગરમ પાણીની થેલીથી હળવો શેક કરી શકાય. હાડકાં કે નસની ઈજા નથી તેની ખાતરી થયા પછી અનુભવી આયુર્વેદિક વૈદ્ય પાસે સારવાર કરાવી શકાય. દરેક દર્દીને એકસરખા સમયમાં રાહત મળે એવું નથી. પગમાં નબળાઈ કે સુન્નપણું આવે અથવા પેશાબ-સંડાસ પરનો કાબૂ ઘટે તો તાત્કાલિક સારવાર લો. અમદાવાદમાં આવેલી આયુર્વેદની સરકારી હોસ્પિટલમાંથી કોઈ પણ હોસ્પિટલમાં પંચકર્મની સારી અને સાચી સારવાર મળી રહેશે. અસારવામાં શ્રીમતી મણીબેન આયુર્વેદ હોસ્પિટલ, ખોખરા - મણિનગર એરિયામાં રૂક્ષ્મણીબેન હોસ્પિટલ, પાલડી પાસે શારદામંદિર રોડ પર સંજીવની આયુર્વેદ હોસ્પિટલ અને લાલદરવાજા પાસે અખંડઆનંદ આયુર્વેદ હોસ્પિટલ જાણીતી છે. પ્રશ્ન: મારી ઉંમર 24 વર્ષ છે. મારા માથામાં ઘણા સફેદ વાળ આવવા લાગ્યા છે. તેને અટકાવવા માટે તેલ, શેમ્પૂ અને રોજિંદા આહાર વિશે માર્ગદર્શન આપશો? { દિશા પટેલ, અમદાવાદ ઉત્તર: નાની ઉંમરે વાળ સફેદ થવામાં વારસાગત કારણો મહત્વનાં હોઈ શકે છે. માત્ર તેલ કે શેમ્પૂથી સફેદ વાળ ફરી કાળા થઈ જાય એવું જરૂરી નથી. અઠવાડિયામાં 2 વખત માથાની ત્વચાને અનુકૂળ તેલથી હળવો શિરોઅભ્યંગ કરો. નિયમિતરૂપે યોગ્ય દવાઓવાળા તેલથી શિરોધારા પણ કરાવી શકાય. વાળની સફાઈ રાખો, ભીના વાળમાં તેલ નાખવું નહીં. વાળ સૂકવવા માટે હેરડ્રાયરનો વધુ ઉપયોગ કરવો નહિ. જમવામાં દાળ, કઠોળ, લીલાં શાકભાજી, ફ્રૂટ્સ લેવા. અતિશય ખાટુ, તીખું, તળેલું, મેંદો અને આથાવાળું ખાવું નહીં. વાળ ઝડપથી સફેદ થઈ રહ્યા હોય તો વિટામિન B12, આયર્ન કે થાઇરોઇડની તપાસ કરવા માટે પણ વૈદ્ય કહી શકે. આમળાં, બ્રાહ્મી, ભૃંગરાજ, જાસુદ જેવી ઔષધિઓમાંથી બનતા કોમર્શિયલ પ્રોડક્ટ્સ કરતાં ઘરે - જાતે બની શકે તેવી પ્રોડક્ટસ બનાવીને વાપરો. પ્રશ્ન: રાત્રે મોડે ચાઇનીઝ ખાધા પછીથી મને ગેસ, પેટમાં ચૂંક અને ક્યારેક પાતળા ઝાડાની તકલીફ થાય છે. મને ડૉક્ટરની બીક લાગે છે અને એન્ટિબાયોટિક દવા પણ નથી લેવી. શું કરવું?{ ઉપેન્દ્ર ઉત્તર: હાલ થોડા દિવસ સાદો, તાજો અને સહેલાઈથી પચે તેવું ખાવાનું રાખો. મગની ખીચડી, ભાત અને હળવું શાક લઈ શકાય. પાણી વારંવાર પીતા રહો; પાતળા ઝાડા થતા હોય તો ORS લો. બહારનું, તળેલું, મસાલેદાર ભોજન અને કાચું ખાવાનું ટાળો. અજમો કે જીરું ખાવાથી દરેક પ્રકારની પેટની તકલીફ મટી જશે એવું માનવું નહીં. કોઈ પણ દવા જાતે શરૂ ન કરો. ઝાડા કે પેટનો દુખાવો ચાલુ રહે, તાવ, લોહીવાળા ઝાડા કે ડિહાઇડ્રેશન થાય તો નજીકના વૈદ્યને તાત્કાલિક બતાવો. પ્રશ્ન: શરદ પૂનમે પિત્તના શમન માટે દૂધ-પૌંઆ ખવાય છે, તો તેની સાથે ભજીયાં કે દાળવડાં કેમ ખાવાનાં? આયુર્વેદના આહારવિજ્ઞાનને સમજવા માટે સામાન્ય લોકો માટે કોઈ કોર્સ છે?{ રતિલાલ માનસરા, નિકોલ, અમદાવાદ ઉત્તર: શરદ પૂનમ સાથે દૂધ-પૌંઆ ખાવાની પરંપરા છે, પરંતુ તેની સાથે ભજીયાં કે દાળવડાં ખાવાં જ જોઈએ એવો આયુર્વેદનો નિયમ નથી. તળેલો અને ભારે ખોરાક પાચનમાં તકલીફ કરી શકે છે. તેથી દૂધ-પૌંઆ પણ ભૂખ, પાચનશક્તિ અને પોતાની પ્રકૃતિને અનુરૂપ પ્રમાણમાં લેવા. આયુર્વેદમાં ઋતુચર્યા, દિનચર્યા, પ્રકૃતિ અને પાચનશક્તિ પ્રમાણે આહાર પસંદ કરવાનું મહત્વ છે. સામાન્ય લોકો માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સંસ્થા દ્વારા આયુર્વેદિક આહાર અને કિચન વિઝડમનો કોર્સ યોજાય છે, જે સામાન્ય રીતે વર્ષમાં 3-4 વખત યોજાય છે. આગામી બેચની માહિતી માટે આ સંસ્થાનો સંપર્ક કરી શકાય. પ્રશ્ન: નવરાત્રિમાં સતત એક અઠવાડિયું ગરબા ગવડાવવાથી મારો અવાજ બેસી ગયો છે. હળદરવાળું ગરમ દૂધ, ગરમ પાણીના કોગળા અને જેઠીમધની ગોળી લીધા છતાં અવાજ સુધરતો નથી. શું કરવું?{ વિનિતા સહાય ઉત્તર: સતત ગાવાથી ગાળામાં રહેલ સ્વરતંતુઓ પર ભાર પડ્યો હોઈ શકે છે. થોડા દિવસ ગાવાનું, ઊંચા અવાજે બોલવાનું અને બૂમો પાડવાનું ટાળો. પૂરતું પાણી પીવો અને હૂંફાળું પાણી પીતા રહો. નાશ લેવાનું રાખો. વારંવાર કોગળા કે જેઠીમધની ગોળી લેવાને બદલે અવાજને આરામ આપવો વધુ જરૂરી છે. એક અઠવાડિયા પછી પણ સુધારો ન થયો હોવાથી તમારે કોઈ પણ વૈદ્યને રૂબરૂ બતવવું જોઈએ. તાલિસાદી ચૂર્ણ, સિતોપલાદિ ચૂર્ણ, યષ્ટીમધુ ચૂર્ણ, લવંગાદિ ચૂર્ણ, એલાદી ચૂર્ણ જેવા ઘણા ઔષધો ઉપયોગી છે. પણ તેનો ઉપયોગ વૈદ્યને પૂછીને કરશો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan