top
મહિલાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી
વલસાડ બસ સ્ટેશન મહિલાઓની લડાઈનો અખાડો બની ગયો. બે મહિલાઓ વચ્ચે જોરદાર મારામારી થઈ. કોઈ બાબતે બંને વચ્ચે વિવાદ થતા બસ સ્ટેશન પર ભારે હોબાળો થયો. જોત જોતામાં ઉગ્ર બોલાચાલીમાંથી વાત મારામારી સુધી પહોંચી ગઈ. મહિલાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ. એકબીજાને ધોલ થપાટ બાદ મહિલાઓએ ચપ્પલથી પણ માર માર્યો. બેફામ થઈ બંને મહિલાઓએ બસ સ્ટેશન માથે લીધુ. આસપાસમાં રહેલા અન્ય મુસાફરોએ વચ્ચે પડીને બંનેને છૂટા પડ્યા હતા. મારામારીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Read full article on News18 Gujarati