top
વલસાડના પારનેરામાં તિરંગા યાત્રા યોજાઈ:અંબામાતા મંદિરથી ડુંગર સુધી દેશભક્તિનો માહોલ છવાયો
વલસાડ તાલુકા ભાજપ દ્વારા 'હર ઘર તિરંગા' અભિયાનને વેગ આપવા માટે પારનેરામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા પારનેરા અંબામાતા મંદિરથી શરૂ થઈને પારનેરા ડુંગર સુધી પહોંચી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, યુવાનો અને વડીલો દેશભક્તિના ઉત્સાહ સાથે જોડાયા હતા. સહભાગીઓએ હાથમાં તિરંગો લઈને 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા હતા અને પારનેરા ડુંગર તરફ આગળ વધ્યા હતા. સમગ્ર યાત્રા માર્ગ પર રાષ્ટ્રભક્તિનો માહોલ છવાયો હતો. આ યાત્રા દ્વારા 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત દરેક ઘેર તિરંગો લહેરાવી રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
Read full article on Divya Bhaskar