Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

'હું તેના તમામ તહેવાર બગાડી નાખીશ':બગસરાના પી.આઈ.ની અસામાજિક તત્વોને કડક ચેતવણી; શાંતિ સમિતિ બેઠકમાં વેપારીઓને સંબોધતો વીડિયો વાયરલ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 26, 2026 👁 5 views
'હું તેના તમામ તહેવાર બગાડી નાખીશ':બગસરાના પી.આઈ.ની અસામાજિક તત્વોને કડક ચેતવણી; શાંતિ સમિતિ બેઠકમાં વેપારીઓને સંબોધતો વીડિયો વાયરલ
આગામી તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં PI વી.કે. ગોલવેલકરે વેપારીઓને સંબોધતા "તહેવાર બગાડશો તો હું બગાડીશ" એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમનો આ નિવેદન આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે વિવાદ સર્જાયો છે. શાંતિપ્રિય બગસરામાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારો હોવા છતાં આ નિવેદનને કારણે વેપારીઓ અને સ્થાનિકોમાં ગણગણાટ શરૂ થયો છે. આ વિવાદાસ્પદ વીડિયો હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચવાની શક્યતા સેવાઈ રહી છે. શાંતિ સમિતિની બેઠકમાં PIનું કડક નિવેદન રાજ્યભરમાં ઈદ, રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો શાંતિપૂર્વક ઉજવાય તે માટે બગસરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સ્થાનિક વેપારીઓ સહિત હિન્દુ-મુસ્લિમ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સમીક્ષા દરમિયાન PI વી.કે. ગોલવેલકરે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે હિન્દુ કે મુસ્લિમ સમાજનો કોઈ પણ વ્યક્તિ તહેવાર બગાડશે તો તેઓ તેનો તહેવાર બગાડી નાખશે. વાયરલ વીડિયોથી સ્થાનિક વેપારીઓમાં ભારે ગણગણાટ PI ગોલવેલકરે આ કડક સંદેશ અસામાજિક તત્વો સુધી પહોંચાડવા માટે પણ ઉપસ્થિત વેપારીઓને જણાવ્યું હતું. અધિકારીના આવા આકરા વલણ અને ભાષાપ્રયોગને કારણે બેઠકમાં ક્ષણભર માટે સન્નાટો છવાઈ ગયો હતો. અમરેલી પંથકમાં સંપૂર્ણ શાંતિનો માહોલ હોવા છતાં પોલીસ અધિકારીની આવી ભાષા સામે અનેક સવાલો ઊભા થયા છે. શાંતિપ્રિય બગસરા શહેરમાં આ વાયરલ વીડિયોને પગલે સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan