Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

તાપીના કપુરામાં પાડોશીએ યુવકની હત્યા કરી:સામાન્ય બોલાચાલીમાં હુમલો કરી જીવ લીધો, આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 31, 2026 👁 2 views
તાપીના કપુરામાં પાડોશીએ યુવકની હત્યા કરી:સામાન્ય બોલાચાલીમાં હુમલો કરી જીવ લીધો, આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપુરા ગામમાં સામાન્ય બોલાચાલી અને જૂની અદાવતમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. પાડોશીએ જ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી યુવકનો જીવ લીધો હતો. આ ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, કપુરા ગામના શક્તિ શોપિંગ સેન્ટરમાં રહેતા હસમુખભાઈ ચૌહાણ અને તેમના પાડોશી મહેન્દ્રભાઈ અરવિંદભાઈ ચૌધરી વચ્ચે લાંબા સમયથી જૂની અદાવત ચાલતી હતી. આ અદાવતને કારણે બંને વચ્ચે ફરી એકવાર સામાન્ય બાબતે તકરાર અને બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા મહેન્દ્ર ચૌધરીએ આવેશમાં આવી હસમુખભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આરોપીએ હસમુખભાઈના માથાના ભાગે ગંભીર ઘા ઝીંકી દેતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. હસમુખભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ વ્યારા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. મૃતકની પત્નીની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. વ્યારા પોલીસે સઘન તપાસના અંતે ગણતરીના કલાકોમાં જ આરોપી મહેન્દ્રભાઈ અરવિંદભાઈ ચૌધરીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan