crime
મુંબઈની મોડલ છોટાઉદેપુરમાં શાળા બનાવશે?
મુંબઈમાં રહીને મોડલિંગ કરનાર એશ્રા પટેલ પોતાના ગૃહ જિલ્લા છોટાઉદેપુરના માથા જલધુણી ગામે પહોંચી હતી. આ ગામમાં શાળાની ઈમારત જર્જરિત હોવાને લઈને ન્યૂઝ18 ગુજરાતીએ પ્રસારિત કરેલા અહેવાલ બાદ એશ્રા પટેલે અહીં પહોંચીને શાળાની સ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું. અહીં શાળા જર્જરિત હોવાથી બાળકોને ખાનગી માલિકીના ઝૂંપડાં જેવા મકાનમાં ભણાવવામાં આવતાં હતા. ગ્રામજનોએ દાવો કર્યો કે, 4 દિવસથી શિક્ષક અહીં આવ્યા જ નથી, જેના લીધે બાળકો ઘરે જતા રહે છે. આ મામલે એશ્રા પટેલે કલેક્ટર અને શિક્ષણ વિભાગ સહિતના જવાબદાર તંત્રને ફોન કરીને જાણ કરી. આ સાથે જ કહ્યું કે, "જો સરકાર મંજૂરી આપે તો હું પોતાના ખર્ચે શાળા બનાવવા માટે તૈયાર છું".
Read full article on News18 Gujarati