Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ફોન પર ગાળો આપી મારી નાખવાની પિતરાઈ ભાઈઓની ધમકી:ત્રણ વર્ષ જૂના ઝઘડાની અદાવત, માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 14, 2026 👁 4 views
ફોન પર ગાળો આપી મારી નાખવાની પિતરાઈ ભાઈઓની ધમકી:ત્રણ વર્ષ જૂના ઝઘડાની અદાવત, માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ
વડોદરાના માંજલપુર વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી પિતરાઈ ભાઈઓ દ્વારા ફોન પર ગાળો આપી મારી નાખવાની ધમકી આપવામાં આવ્યાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને વચ્ચે અવારનવાર તકરાર થતી મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં માંજલપુર જ્યુપિટર ચોકડી પાસે પાર્થ ભૂમિમાં રહેતા દિલીપ સુરેશભાઈ પ્રજાપતિ સુશેન સર્કલ પાસે દાબેલી અને વડાપાવની દુકાન ચલાવે છે. ફરિયાદ મુજબ, બે વર્ષ અગાઉ તેમણે તરસાલી ખાતેની હોટલમાં પુત્રની બર્થડે પાર્ટી રાખી હતી. દરમિયાન મનીષ ભગવતભાઈ પ્રજાપતિ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે અવારનવાર તકરાર થતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ‘ગામમાં આવીને બતાવ’ કહીને મારી નાખવાની ધમકી આપી ગત 11મી તારીખે રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં મનીષ પ્રજાપતિના પિતરાઈ ભાઈ અભિષેક વિનોદભાઈ પ્રજાપતિનો દિલીપભાઈને ફોન આવ્યો હતો. અભિષેકે ગાળો આપી ધમકી આપતા વડોદરા આવીને તેમની ‘ગેરસમજ દૂર’ કરવાની વાત કરી હતી. ત્યારબાદ મનીષે ફોન પર ‘ગામમાં આવીને બતાવ’ તેમ કહી ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની તેમજ રૂ.50 લાખ આપ્યા તો પણ જીવતા નહીં છોડવાની ધમકી આપી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ત્રણેયે ભેગા મળીને ધમકીઓ આપી, ફરિયાદ નોંધાઈ ત્યારબાદ મનીષ તથા તેના બે કુટુંબી ભાઈઓ અભિષેક અને રોહિત સંતોષભાઈ પ્રજાપતિ ત્રણેયે ભેગા મળી ફોન પર વારંવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. સમગ્ર ઘટનાને પગલે દિલીપભાઈએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan