Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

પરખ:દિવાળીમાં મળીએ... મજેદાર માનવીઓને

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 2 views
પરખ:દિવાળીમાં મળીએ... મજેદાર માનવીઓને
જયસ્વી પટેલ દિવાળી એટલે આનંદ, ઉમંગ અને ખુશી. પણ, અફસોસ કે, દિવાળીમાં પણ કેટલાંક નીરસ જોવા મળે છે. ચાલો એવા મજેદાર લોકોને, જે તમારી આસપાસ પણ મળી રહેશે.. દ્રાક્ષ ખાટી છે ઈર્ષ્યાથી બળનારા આ લોકોને દરેકની સારાશમાં ખરાબી દેખાય છે. બીજાંની ખુશીથી કુંઠિત થતાં આ લોકો સામેની વ્યક્તિની સફળતામાં શંકા લાગે છે. પોતે જીવનમાં કંઇ હાંસલ ન કરી શકે, ત્યારે બીજાંની સફળતાને વ્યર્થ માની પોતાને જૂઠો દિલાસો આપે છે. કોઇ ફ્લેટ ખરીદે તો અભિનંદન આપવાને બદલે કહે, ‘એરિયા બહુ દૂર છે.’, ‘ફ્લેટનું કંસ્ટ્રક્શન બરાબર નથી.’ ત્યારે મોં મીઠું કરાવનારને લાગે કે, આને ક્યાં મોં મીઠું કરાવ્યું? મહા કંજૂસ કેટલાક સુખી હોવા છતાં એટલા કંજૂસ હોય કે, મોંઘવારીનાં જ રોદણાં રડ્યાં કરે. શોપિંગમાં જબરજસ્તી કાપ મૂકવો, બાળકોને કે પત્નીને જરૂરની ચીજ-વસ્તુ ના અપાવવી, સસ્તી વસ્તુની આશાએ બજારમાં અનેક ચક્કર લગાવવાં, 5-10 રૂપિયા માટે 10-12 દુકાને રખડવું કે ભાવતાલ કરાવવા એમને ગમે છે. ખરીદી પછી ખુશ થવાના બદલે ઉદાસ રહી ખરીદી પર પસ્તાવો કરી વિચારે કે, દુકાનદારે મને ઠગ્યો તો નથી ને? મીન-મેખમાં માહેર કેટલાક ઉદાસ થવા બહાનું શોધી નાખે. બીજાંની બુરાઇ કરવી એમની હોબી હોય છે, નિંદારસના સ્વાદથી જ તેમને ખુશી મળે છે. દિવાળીની તૈયારી ગમે એટલી સારી કરી હોય, પણ દાદીમા કંઇક ખામી શોધે જ. ‘આ વખતે મીઠાઇ કડક બની છે’, ‘રંગોળી સારી લાગતી નથી’, ‘દરવાજા પર દીવા યોગ્ય મૂક્યા નથી.’ પરિવાર એમની ટીકાથીજ ટેન્શનમાં રહે કે, ગભરાટને લીધે ભૂલથી કંઇ ભૂલ ન થઇ જાય. દિલ માંગે મોર આ લોકો લાલસા નિયંત્રિણમાં અસમર્થ હોય છે. એમની અસીમિત ઇચ્છા પૂરી થતી નથી. કેટલાંક પાસે લાંબું લિસ્ટ હોય છે, પણ પૂરું કરવા ક્યારેય હિંમત કરતા નથી. ‘મારી પાસે ગાડી હોત તો?’, ‘મારે બંગલો હોત તો? કેટલું સારું. બીજાંનાં સુખ જોઇ નિસાસા નાખનાર પોતાને ઉત્તમ બનાવવાની કોશિશ કરતા નથી. આ લોકોને જોઇએ છે બધ્ધું, પણ મહેનત કરવી નથી. વૃક્ષ પર ફળ જોઇ લલચાનારાને ફળ લેવા ડાળ પર ચઢવું નથી. તેની સાડી મારાં કરતાં સફેદ કેમ? આ લોકો પોતાની પાસેની ચીજ-વસ્તુથી ખુશ થવાને બદલે બીજાંને પોતાનાથી આગળ વધતાં જોઇ મનોમન બળતાં રહે છે. ખાસ કરીને સ્ત્રીઓમાં આવી વૃત્તિ વધુ જોવા મળે છે. દિવાળીની રાતે પોતાના ઘેર ગમે એટલી સારી રોશની કે સજાવટ કરી હોય પણ તેમનું ધ્યાન તો પાડોશીના દીવા જ ગણતું રહે છે. તેમને જેવું એ માલુમ પડે છે કે, પેલાને ત્યાં પોતાના કરતાં વધારે દીવડાં છે, તો તેમનો મૂડ ખરાબ થઇ જાય છે. આમદાની અઠન્ની, ખર્ચા રૂપૈયા આ લોકો હમ કિસી સે કમ નહીં વાળી માનસિકતા ધરાવે છે. આ લોકો હંમેશાં બીજાં સાથે હોડમાં રહે છે. પાડોશીએ આ ધનતેરસે ડાયમંડનો સેટ ખરીદ્યો, તો શું હું સોનાની વીંટી લઇ શકતી નથી. ખર્ચની બાબતમાં આ લોકો બહુ જલદી ઇમોશનલ બની જાય છે અને વગર સમજે-વિચાર્યે બિનજરૂરી ચીજ-વસ્તુ ખરીદી લે છે. એ કારણસર કોઇ ખાસ પ્રસંગે તેમને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. શેરને માથે સવા શેર આ લોકો ઈર્ષ્યાવૃત્તિમાં એટલા પ્રબળ હોય છે કે લોકો સાથે બરાબરી કરીને પણ સંતોષ મળતો નથી. દરેક કિસ્સામાં બીજાંને પાછળ મૂકી પોતે આગળ નીકળવા માગે છે. પછી, ભલે તેમાં ગમે તેટલી તકલીફ પડે. આ લોકોને દેખાડો કરવાની આદત હોય છે. પોતે મોટા અને બીજાંને ઉતરતાં સમજે છે. પોતાને સારાં સાબિત કરવાની વૃત્તિવાળા આ લોકો ખરીદી વખતે ઉત્સાહમાં મોંઘી ચીજ-વસ્તુ ખરીદી તો લે છે, અંતે હેરાન થાય છે!
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan