Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
lifestyle

લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશનના નવા મકાનનું લોકાર્પણ:મહીસાગર એસપી સફીન હસનના હસ્તે કરાયું ઉદ્ઘાટન; અરજદારો માટે સુવિધાજનક વ્યવસ્થા ઊભી કરવામાં આવી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 11, 2026 👁 2 views
લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશનના નવા મકાનનું લોકાર્પણ:મહીસાગર એસપી સફીન હસનના હસ્તે કરાયું ઉદ્ઘાટન; અરજદારો માટે સુવિધાજનક વ્યવસ્થા ઊભી કરવામાં આવી
મહીસાગર જિલ્લાના રામ પટેલના મુવાડા ખાતે લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશનના નવનિર્મિત આધુનિક મકાનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન તેમજ પોલીસ વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આ નવીન કચેરીનું ઉદ્ઘાટન સંપન્ન થયું હતું. નવા મકાનના નિર્માણથી લુણાવાડા તાલુકા પોલીસને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ નવું માળખું પ્રાપ્ત થયું છે. સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિ આ લોકાર્પણ પ્રસંગે વિસ્તારના અગ્રણીઓ, સ્થાનિક આગેવાનો અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નવું અને સુસજ્જ મકાન મળતાં જ પોલીસ પરિવાર તેમજ સ્થાનિક નાગરિકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. પોલીસ કામગીરીમાં સુગમતા વધશે આધુનિક સુવિધા ધરાવતા મકાનને કારણે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તેમની રોજિંદી ફરજ બજાવવામાં વધુ અનુકૂળતા રહેશે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા માટે આ નવું માળખું મદદરૂપ સાબિત થશે. અરજદારો માટે સુવિધાસભર વાતાવરણ નવીન પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરિયાદ કે વિવિધ કામગીરી અર્થે આવતા અરજદારો માટે પણ ઉત્તમ અને સુવિધાજનક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તંત્ર દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી કે આ નવી કચેરીથી પોલીસની કાર્યપ્રણાલી વધુ અસરકારક અને પ્રજાભિમુખ બનશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan