Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

હિંમતનગરમાં યુવા ભાજપે પૂતળા દહન કર્યું:કોંગ્રેસ કાર્યાલયમાં વંદે માતરમના અપમાન સામે રાહુલ ગાંધીનું પૂતળું બાળ્યું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 16, 2026 👁 6 views
હિંમતનગરમાં યુવા ભાજપે પૂતળા દહન કર્યું:કોંગ્રેસ કાર્યાલયમાં વંદે માતરમના અપમાન સામે રાહુલ ગાંધીનું પૂતળું બાળ્યું
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ટાવર ચોકમાં યુવા ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલયમાં 'વંદે માતરમ'ના સંપૂર્ણ ગાન પ્રત્યે થયેલા અપમાનજનક વલણના વિરોધમાં પૂતળા દહન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન આજે સાંજે યોજાયું હતું. આ વિરોધ પ્રદર્શન 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 'વંદે માતરમ'ના સંપૂર્ણ ગાન પ્રત્યે દાખવવામાં આવેલા અપમાનજનક વલણના વિરોધમાં કરાયું હતું. યુવા ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કર્યું હતું અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા ભાજપના મહામંત્રી બિપીનભાઈ ઓઝા, સાબરકાંઠા જિલ્લા યુવા મોરચા પ્રભારી મહેશ્વરીભાઈ, પ્રદેશ ગુજરાત સોશિયલ યુવા મોરચાના સહ મીડિયા કન્વીનર મંથનભાઈ પંચાલ, યુવા મોરચા હિંમતનગર શહેર પ્રમુખ શ્રેયાંસભાઈ બારોટ, યુવા મોરચાના તાલુકા પ્રમુખ ભાવિકભાઈ રબારી તેમજ શહેર અને તાલુકા યુવા મોરચાના મહામંત્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan