Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

તરસાલી રોડ પર યુવકની હત્યા કેસમાં બે આરોપી ઝડપાયા:મૃતક યુવક અને આરોપીનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો, બે વોન્ટેડ આરોપી ઝડપી પાડવા તપાસનો ધમધમાટ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 14, 2026 👁 4 views
તરસાલી રોડ પર યુવકની હત્યા કેસમાં બે આરોપી ઝડપાયા:મૃતક યુવક અને આરોપીનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો, બે વોન્ટેડ આરોપી ઝડપી પાડવા તપાસનો ધમધમાટ
વડોદરા શહેરના સોમાતળાવ-તરસાલી રોડ પર અમરશ્રદ્ધા સોસાયટી પાછળ વુડાના મકાન પાસે નજીવી બાબતે તકરારમાં 26 વર્ષીય યુવક મેહુલ ભરતસિંહ દરબારની ચપ્પુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ સનસનાટીભરી ઘટના બનતા જ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને મકરપુરા પોલીસની ટીમોએ તાત્કાલિક સંયુક્ત ઓપરેશન હાથ ધરી બે આરોપીઓને દબોચી લઈ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. વુડા મકાન પાસે ખૂની ખેલ ખેલાયો હતો 12 ઓગસ્ટે સાંજના સમયમાં અમરશ્રદ્ધા સોસાયટી પાછળ વુડાના મકાનની કમ્પાઉન્ડ વોલના ખૂણા પાસે અને નહેર પુલની ઝાડી નજીક બોલાચાલી થઈ હતી. જેમાં આરોપીઓએ ફરિયાદી અને મૃતક મેહુલ દરબાર સાથે ઝઘડો કર્યો હતો. ઉશ્કેરાયેલા આરોપીઓએ ચપ્પુથી મેહુલ દરબાર પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી તેનું સ્થળ પર જ હત્યા કરી નાખી હતી. બે આરોપીને પોલીસે ઝડપી લીધા આ દરમિયાન ફરિયાદી પક્ષના અન્ય લોકોને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મકરપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો આવ્યો હતો. હત્યાની ગંભીરતાને ધ્યાને રાખી શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને બાતમીના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પોલીસે આ હત્યા કેસમાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓ માનવ ઉર્ફે કાંચો વીરબહાદુર ગોરખા(ઉં.વ.23, રહે.નવીનગરી, કારેલીબાગ) અને પદમ ઉર્ફે ડાન્સર અર્જુનભાઈ સોની (રહે અમરશ્રદ્ધા વુડાના મકાન, તરસાલી રોડ)ની અટકાયત કરી લીધી છે. આરોપીઓ સામે અગાઉ પાસાની કાર્યવાહી થઈ હતી આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા હથિયાર કબજે કરવા અને સંડોવાયેલા અન્ય શખસોની ભૂમિકા બાબતે વધુ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે વોન્ટેડ આરોપી વિજય ઉર્ફે મચ્છર સોની અને મીને કાંચોને ઝડપી પાડવા વધુ તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પોલીસ તપાસમાં બંને આરોપીઓને ઝડપી આજે પોલીસ રિમાન્ડ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં બંને આરોપીઓ અને મૃતકના ગુનાહિત ઈતિહાસ સામે આવ્યા છે. જેમાં બંને સામે પાસા સુધીની કાર્યવાહી પણ અગાઉ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ અંગત અદાવતમાં ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan