top
રાયગઢના વૈજનાથ મહાદેવને જન્માષ્ટમીએ વૃંદાવનનો શણગાર કરાયો:શ્રાવણ માસમાં શિવભક્તોમાં ભક્તિનો માહોલ, કૃષ્ણ લીલાના કટાઉટનો ઉપયોગ કરાયો
સાબરકાંઠા જિલ્લામાં શ્રાવણ માસને કારણે શિવભક્તોમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસ દરમિયાન જિલ્લાના અલગ-અલગ શિવ મંદિરોમાં દરરોજ સાંજે ભગવાન શિવને જુદા-જુદા શણગાર કરવામાં આવી રહ્યા છે. હિંમતનગર તાલુકાના રાયગઢ ગામમાં આવેલા શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે જન્માષ્ટમીના દિવસે વૃંદાવનનો ખાસ શણગાર કરાયો હતો. વૈજનાથ મહાદેવ યુવક મંડળ દ્વારા જન્માષ્ટમીના દિવસે વૃંદાવનનો આ ખાસ શણગાર કરવામાં આવ્યો હતો. આ શણગારમાં કૃષ્ણ લીલાના અલગ-અલગ કટાઉટનો ઉપયોગ કરાયો હતો. શ્રી વૈજનાથ મહાદેવ મંદિરના અર્પિત શુક્લાએ ફોન પર વાતચીતમાં જણાવ્યું કે, શુક્રવારે જન્માષ્ટમીના દિવસે યુવક મંડળ દ્વારા વૈજનાથ મહાદેવનો આ ખાસ શણગાર કરાયો હતો. હિંમતનગરની હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરે 35 કિલો ફૂલો અને પાંદડીઓનો શણગાર કરાયો હતો. જ્યારે ઇડર તાલુકાના જાદર ગામમાં આવેલા મુઘણેશ્વર મહાદેવ મંદિરે ગુલાબ અને ગલગોટાના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો.
Read full article on Divya Bhaskar