politics
ગોધરા રેલવે સ્ટેશન પર તિરંગા રેલી યોજાઈ:અધિકારીઓ અને કર્મચારીઓએ "ભારત માતા કી જય" અને "વંદે માતરમ્"ના નારા લગાવ્યા, દેશભક્તિનો માહોલ
ગોધરા રેલવે સ્ટેશન ખાતે 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત એક ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાં આ અભિયાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરામાં પણ દેશભક્તિના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ રેલીમાં રેલવે સુરક્ષા બળ (RPF), ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP), સ્થાનિક પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો અને રેલવે વિભાગના તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. હાથમાં રાષ્ટ્રધ્વજ તિરંગો લઈને નીકળેલા અધિકારીઓ અને કર્મચારીઓએ "ભારત માતા કી જય" અને "વંદે માતરમ્"ના નારા લગાવ્યા હતા, જેનાથી સમગ્ર ગોધરા રેલવે સ્ટેશન સંકુલ ગુંજી ઉઠ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવાનો અને આઝાદીના અમૃત મહોત્સવમાં દરેક ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવીને સહભાગી થવા લોકોને પ્રેરિત કરવાનો હતો. રેલવે સ્ટેશન પર ઉપસ્થિત મુસાફરો અને સ્થાનિક લોકો પણ આ દેશભક્તિના માહોલમાં જોડાયા હતા, જેના કારણે રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી.
Read full article on Divya Bhaskar