Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સુપ્રીમ કોર્ટનો નિર્દેશ- તમામ ટોલ પ્લાઝા પર કેમેરા લગાવો:હાઈવે કિનારે પાર્કિંગ-અતિક્રમણથી વધેલા અકસ્માતો પર NHAIને કહ્યું- મોનિટરિંગ રૂમ પણ બનાવો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 3, 2026 👁 2 views
સુપ્રીમ કોર્ટનો નિર્દેશ- તમામ ટોલ પ્લાઝા પર કેમેરા લગાવો:હાઈવે કિનારે પાર્કિંગ-અતિક્રમણથી વધેલા અકસ્માતો પર NHAIને કહ્યું- મોનિટરિંગ રૂમ પણ બનાવો
હાઈવે પર અતિક્રમણ અને રસ્તા કિનારે ઊભેલા વાહનોને લઈને સુપ્રીમ કોર્ટે ગુરુવારે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)ને સવાલ કર્યા છે. કોર્ટે પૂછ્યું કે ટોલ પ્લાઝા પર કેમેરા લગાવીને હાઈવેની દેખરેખ શા માટે ન કરી શકાય અને તેના માટે અલગ મોનિટરિંગ રૂમ શા માટે ન બનાવી શકાય. કોર્ટે કહ્યું કે હાઈવે પર અતિક્રમણ અને રસ્તા કિનારે ખોટી રીતે ઊભેલા વાહનો મોટી સમસ્યા છે. કેસની આગામી સુનાવણી 6 ઓક્ટોબરે થશે. NHAIએ કોર્ટને જણાવ્યું કે મંજૂરી વગર હાઈવે પર પાર્કિંગ રોકવા માટે નિયમિત પેટ્રોલિંગના નિર્દેશ આપ્યા છે. રાજસ્થાનના ફલોદીમાં થયેલા એક અકસ્માતના કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ સવાલ ઉઠાવ્યો. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું- કિનારે ઊભેલા વાહનો અકસ્માતોનું કારણ બેન્ચે NHAI ને કહ્યું, “તમે કેમેરાથી દેખરેખની વ્યવસ્થા વિશે શા માટે વિચારી શકતા નથી? બધા ટોલ પ્લાઝા પર દેખરેખ રાખવા માટે અલગથી વ્યવસ્થા બનાવી શકાય છે.” આ મામલે સુપ્રીમ કોર્ટને મદદ કરી રહેલા સિનિયર એડવોકેટ એ.એન.એસ. નડકરણીએ કહ્યું કે હાઈવે પર વાહનોનું ગેરકાયદેસર પાર્કિંગ મોટી સમસ્યાઓમાંથી એક છે. તેના કારણે માર્ગ અકસ્માતો થાય છે. બેન્ચે કહ્યું કે માર્ગ પરિવહન-રાજમાર્ગ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને તમિલનાડુ સરકારે અત્યાર સુધી આ મામલે સોગંદનામા દાખલ કર્યા નથી. કોર્ટે બંને મંત્રાલયો અને તમિલનાડુ સરકારને આગામી સુનાવણી પહેલા સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો. ફલોદી અકસ્માત બાદ કોર્ટે કાર્યવાહી કરી ગયા વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે ફલોદી માર્ગ અકસ્માત પર પોતે જ કાર્યવાહી કરી હતી. આ અકસ્માતમાં એક ટેમ્પો ટ્રાવેલર ઉભેલા ટ્રેલર ટ્રક સાથે અથડાયો હતો. આ ઘટના ભારતમાલા હાઈવે પર મટોડા ગામ પાસે બની હતી. ટેમ્પો ટ્રાવેલર બીકાનેરના કોલાયત મંદિરથી જોધપુર જઈ રહ્યો હતો. હાઈવે પર પાર્કિંગ અને ઢાબાઓને લઈને પણ નિર્દેશો આપ્યા આ પહેલા 13 એપ્રિલે સુપ્રીમ કોર્ટે ઘણા વચગાળાના નિર્દેશો જારી કર્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ ભારે કે વ્યાવસાયિક વાહન નેશનલ હાઈવેના કેરેજવે કે પાકા કિનારે પાર્ક કે ઊભું રાખવામાં આવશે નહીં. આવા વાહનો ફક્ત નિર્ધારિત પાર્કિંગ બે, લે-બાય કે રોડ કિનારે મુસાફરોની સુવિધાવાળી જગ્યાએ જ રોકાઈ શકશે. કોર્ટે કોઈ પણ નેશનલ હાઈવેના રાઈટ ઑફ વેમાં નવા ઢાબા, ખાવાની જગ્યા કે વ્યાવસાયિક માળખાના નિર્માણ અને સંચાલન પર પણ રોક લગાવી હતી. સુપ્રીમ કોર્ટે સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, NHAIને અકસ્માતોવાળા બ્લેકસ્પોટ અને ગંભીર જોખમવાળા વિસ્તારોની ઓળખ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે જ, આ બ્લેકસ્પોટની સંપૂર્ણ યાદી જારી કરવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, “રાષ્ટ્રીય રાજમાર્ગ દેશની કુલ સડક લંબાઈના લગભગ 2% છે, પરંતુ સડક અકસ્માતોમાં થતી કુલ મૃત્યુમાં તેમનો હિસ્સો લગભગ 30% છે. સડક, ખાસ કરીને તેજ ગતિવાળા એક્સપ્રેસવે, વહીવટી બેદરકારી કે માળખાકીય સુવિધાઓની ખામીઓને કારણે જોખમનો માર્ગ ન બનવા જોઈએ.”
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan