Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

નખત્રાણા મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો:લખપતમાંથી 5 ચોરાયેલા મોબાઇલ, ₹10 લાખનો ટ્રક જપ્ત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 15, 2026 👁 4 views
નખત્રાણા મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો:લખપતમાંથી 5 ચોરાયેલા મોબાઇલ, ₹10 લાખનો ટ્રક જપ્ત
પશ્ચિમ કચ્છમાં ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવા માટે પોલીસની કાર્યવાહી વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. LCB પશ્ચિમ કચ્છ-ભુજની ટીમે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી મોબાઇલ ચોરીના વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ તપાસ દરમિયાન લખપત તાલુકામાંથી ચોરીના પાંચ મોબાઇલ ફોન અને એક ટ્રક સહિત કુલ ₹10.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, LCBની ટીમ લખપત તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે GMDC લખપતના ખુલ્લા ગ્રાઉન્ડમાં ટાટા કંપનીનો એક ટ્રક છેલ્લા ત્રણ-ચાર દિવસથી શંકાસ્પદ હાલતમાં ઊભો છે. આ બાતમીના આધારે ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. સ્થળ પર પોલીસને ટ્રકનો ચાલક કે અન્ય કોઈ વ્યક્તિ હાજર મળ્યો ન હતો. શંકાસ્પદ ટ્રકની ઝીણવટભરી તપાસ કરતાં ડ્રાઈવર સીટની પાછળથી એક કાળા રંગની બેગ મળી આવી હતી. બેગ ખોલીને તપાસ કરતાં તેમાંથી અલગ-અલગ કંપનીના કુલ પાંચ મોબાઇલ ફોન મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત ₹60 હજાર આંકવામાં આવી છે. પોલીસે HR-38-AC-7079 નંબરના ટ્રકને, જેની અંદાજિત કિંમત ₹10 લાખ છે, તેમજ પાંચ મોબાઇલ ફોન સહિત કુલ ₹10.60 લાખનો મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી હેઠળ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં મોબાઇલ ફોન નખત્રાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પાર્ટ-એ ગુ.ર.નં. 0915/2026 (BNS કલમ 303(2) હેઠળ) સાથે સંબંધિત હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હવે જપ્ત કરાયેલા મુદ્દામાલ અંગે વધુ તપાસ શરૂ કરી છે. ટ્રક અને મોબાઇલ ફોન અહીં સુધી કેવી રીતે પહોંચ્યા, તેમજ આ ગુનામાં સંડોવાયેલા અન્ય લોકો કોણ છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan