Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

નશાવાળી ચોકલેટ ખવડાવીને સગીરા પર દુષ્કર્મ આચર્યું:ન્યૂડ ફોટો મોકલવા બ્લેકમેઇલ કરી, સુરતમાં બહેને મદદગારી કરતાં બંને સામે ગુનો નોંધાયો; શખ્સની અટકાયત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 4, 2026 👁 2 views
નશાવાળી ચોકલેટ ખવડાવીને સગીરા પર દુષ્કર્મ આચર્યું:ન્યૂડ ફોટો મોકલવા બ્લેકમેઇલ કરી, સુરતમાં બહેને મદદગારી કરતાં બંને સામે ગુનો નોંધાયો; શખ્સની અટકાયત
સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક સગીરા સાથે નશાની હાલતમાં દુષ્કર્મ આચરવાની અને બ્લેકમેઇલ કરવાની ઘટના સામે આવી છે. આ મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ભાઈ-બહેન સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી ભાવેશ હિંમતભાઈ મકવાણા (રહે. સત્યનારાયણ સોસાયટી, કાપોદ્રા, સુરત; મૂળ રહે. ઢસા, અમરેલી) અને તેની બહેન ભારતી મકવાણા (રહે. સુમન સહકાર આવાસ, મોટા વરાછા)એ સગીરા નાની વયની હોવાનું જાણવા છતાં તેની સાથે યોજનાબદ્ધ રીતે મિત્રતા કરાવી હતી. દારૂ-સિગારેટનો નશો કરાવી અડપલાં કર્યા આ ઘટના છેલ્લા પાંચેક મહિનાથી લઈને 8 જુલાઈ, 2026 દરમિયાન મોટા વરાછા સ્થિતના એક મકાનમાં બની હતી. બંને આરોપીઓએ સગીરાને વિશ્વાસમાં લઈ દારૂ અને સિગારેટનો નશો કરાવ્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ નશાની હાલતમાં સગીરાના અંગત ફોટો પાડી લીધા હતા. ત્યારબાદ ભાવેશે સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવીને જબરદસ્તીથી શારીરિક અડપલાં કર્યા હતા. બે વાર દુષ્કર્મ આચરીને ન્યૂડ ફોટો મોકલવા બ્લેકમેઇલ કરી આરોપી ભાવેશે સગીરાની સ્પષ્ટ ના હોવા છતાં બે વાર બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આટલેથી ન અટકતાં, અગાઉ પાડેલા અંગત ફોટાઓનો ઉપયોગ કરીને સગીરાને બ્લેકમેઇલ કરવામાં આવી હતી અને તેને વધુ ન્યૂડ ફોટો મોકલવા માટે સતત દબાણ કરી ધમકીઓ આપવામાં આવી રહી હતી. આ ત્રાસથી કંટાળેલી સગીરાએ આખરે પોતાના પરિવારજનો સમક્ષ આપવીતી રજૂ કરી હતી. પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીને દબોચ્યો પરિવાર સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ ભોગ બનનાર પક્ષે ઉત્રાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 64(2)(i), 65(1), 75(2), 54 તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (POCSO) એક્ટની કલમ 3, 4, 7, 8, 11(2) અને 12 મુજબ ગુનો દાખલ કર્યો છે. મોટા વરાછા પોલીસ ચોકીના ઇન્ચાર્જ PSIએ તપાસ હાથ ધરી મુખ્ય આરોપી ભાવેશ મકવાણાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan