crime
નવસારી LCBએ 3.30 લાખનો દારૂ ઝડપ્યો: 2ની ધરપકડ:દમણથી સુરત જતી કારમાંથી જથ્થો પકડાયો; કુલ 13.40 લાખનો મુદ્દામાલ જપ્ત
નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ગણદેવી તાલુકાના કોસ્ટલ હાઇવે પરથી દમણથી સુરત લઈ જવાતો 3.30 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી કાર સહિત કુલ 13.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરી છે. ચોક્કસ બાતમીના આધારે વોચ LCB PI વી. જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી, ત્યારે કોન્સ્ટેબલ કિરણભાઈ અને તાહિરઅલીને બાતમી મળી હતી કે વલસાડ તરફથી એક કિયા સેલ્ટોસ કારમાં ગેરકાયદે દારૂ સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે. નાકાબંધી દરમિયાન કારમાંથી જથ્થો મળ્યો બાતમીના આધારે PI વી. જે. જાડેજા, PSI વાય. જી. ગઢવી, PSI એમ. બી. ગામીત અને ટીમે કોસ્ટલ હાઇવે નંબર 6 પર ભાઠા ગામની સીમમાં એસ્સાર પેટ્રોલ પંપ સામે નાકાબંધી ગોઠવી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ કિયા સેલ્ટોસ કારને રોકી તલાશી લેતા 29 બોક્સમાંથી વ્હિસ્કી, વોડકા અને બિયરની 972 બોટલો મળી આવી હતી. બે આરોપીઓની સ્થળ પરથી ધરપકડ પોલીસે ઘટનાસ્થળેથી અમ્રતભાઈ ઉર્ફે પિંટુ ચતુરભુજ ભેરૂલાલ પ્રજાપતિ અને કૌશલકુમાર ઉર્ફે રાજા જીતુભાઈ નારણભાઈ કોળી પટેલ નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી. 13.40 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો પોલીસે 3,30,000 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ, 10,00,000 રૂપિયાની કિંમતની કિયા સેલ્ટોસ કાર અને 10,000 રૂપિયાના 2 મોબાઈલ ફોન મળી કુલ 13,40,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મુખ્ય સપ્લાયર સહિત બે વોન્ટેડ જાહેર તપાસમાં ખુલાસો થયો છે કે આ જથ્થો દમણના અર્જુન ઉર્ફે ખાલપો ઉર્ફે ભિખલો જયેશભાઈ રોહિતે ભરાવી આપ્યો હતો અને તે સુરતના સચિન ખાતે પહોંચાડવાનો હતો. પોલીસે દારૂ સપ્લાય કરનાર અર્જુન અને સુરતમાં કાર લેવા આવનાર અજાણ્યા શખસને વોન્ટેડ જાહેર કરી બીલીમોરા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar